અમદાવાદના "રાજા" થયા બિરાજમાન, શ્રીજીભક્તોએ કર્યું શાહી સ્વાગત...

અમદાવાદના રાજા કહેવાતા ગણપતિ બાપ્પાનું શાહી સવારી સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું

New Update
અમદાવાદના "રાજા" થયા બિરાજમાન, શ્રીજીભક્તોએ કર્યું શાહી સ્વાગત...

દેશભરમાં આજે બાપ્પા બિરાજમાન થયા છે, ત્યારે ગુજરાતમાં પણ ગણેશ ચતુર્થીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. અમદાવાદ ખાતે અનેક સાર્વજનિક પંડાલમાં બાપ્પા બિરાજમાન થયા છે. અમદાવાદના રાજા કહેવાતા ગણપતિ બાપ્પાનું શાહી સવારી સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું

ગણેશ મહોત્સવ નિમિત્તે અમદાવાદ શહેરમાં હજારો પંડાલમાં બિરાજમાન બાપ્પા પોતાના ભક્તોને દર્શન આપે છે. પણ શહેરના સહજાનંદ ચાર રસ્તા પાસે અમદાવાદના રાજા બિરાજમાન થયા છે, અને આ રાજાના દર્શન કરવા અમદાવાદવાસીઓ ઉમટી પડે છે, ત્યારે ગજરાજની શાહી સવારી સાથે અને વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે બાપ્પાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

બાપ્પ ને બિરાજમાન કર્યા બાદ પૂજા-અર્ચના કરવામાં આવી હતી. છેલ્લા 16 વર્ષથી અહીં અમદાવાદના રાજા શ્રીજીભક્તોને દર્શન આપે છે. સમયની સાથે પર્યાવરણને નુકશાન ન થાય તે માટે અહી માટીની મૂર્તિ સ્થાપવામાં આવી છે. જોકે, લોકોની ભીડ ભેગી ન થાય તે માટે કોઈપણ વિશેષ કાર્યક્રમ રાખવામાં આવ્યા નથી.