યાત્રાધામ અંબાજીમાં 4 દિવસ રોપ વે બંધ રહેશે, યાત્રિકો પગથિયા ચઢીને દર્શને જઇ શકશે

યાત્રાળુઓની સુરક્ષા અને સલામતીને ધ્યાને રાખી 4 દિવસ માટે રોપવે ની સુવિધા બંધ રાખવામાં આવશે

New Update
યાત્રાધામ અંબાજીમાં 4 દિવસ રોપ વે બંધ રહેશે, યાત્રિકો પગથિયા ચઢીને દર્શને જઇ શકશે

યાત્રાધામ અંબાજીમાં 4 દિવસ રોપ વે સેવા બંધ રાખવાનો તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. સમારકામની કામગીરીના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે અંબાજીથી 3 કિલોમીટરના અંતરાલે આવેલા ગબ્બર ગોખના દર્શન કરવા માટે ગબ્બર પર્વત પર રોપ વેની સુવિધાનો લાભ દર્શનાર્થીઓ લેતા હોય છે. વર્ષભર મોટી સંખ્યામાં માઇભક્તો ગબ્બર પર્વત પર આવેલા માતાજીની અખંડ જ્યોતના દર્શન કરવા માટે રોપ વેનો ઉપયોગ કરતા હોય છે. જેના કારણે રોપ વેનો ધસારો પણ મોટી સંખ્યામાં થાય છે.

જેથી વર્ષમાં રોપ વેના સમારકામની કામગીરીને ધ્યાન રાખી રોપ વે સુવિધા ટૂંક સમય માટે બંધ કરવામાં આવતી હોય છે. આવનાર તારીખ 2/8/2023 થી લઈ 5/8/2023 સુધી અંબાજી ગબ્બર સ્થિત રોપ વેની મેન્ટેનન્સની કામગીરીને લઈ ઉષા બ્રેકર્સ દ્વારા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.યાત્રાળુઓની સુરક્ષા અને સલામતીને ધ્યાને રાખી 4 દિવસ માટે રોપવે ની સુવિધા બંધ રાખવામાં આવશે. આ દરમ્યાન દર્શનાર્થીઓ પગથિયા ચઢીને ગબ્બર ગોખના દર્શન કરી શકે છે. મેન્ટેનન્સ કામગીરી પૂર્ણ થયા બાદ તારીખ 06/08/23 થી રોપ વે સુવિધા યાત્રાળુઓ માટે રાબેતા મુજબ ચાલુ થશે. 

Latest Stories