Connect Gujarat
ધર્મ દર્શન 

આજે ધનતેરસનું પર્વ,વાંચો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજી સાથે જોડાયેલ કથા...

આજે ધનતેરસનું પર્વ,વાંચો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજી સાથે જોડાયેલ કથા...
X

દિવાળીનાં તહેવારની શરૂઆત થઈ ગઈ છે ત્યારે કાર્તિકમાસની કૃષ્ણપક્ષની એકાદશીથી જ તહેવારની શરૂઆત થાય બધા દિવસનું અલગ અલગ મહત્વ રહેલું છે ત્યારે દિવાળી પહેલા આ ધનતેરસનું પણ વિશેષ મહત્વ રહેલું છે.

કથા અનુસાર એક સમય ભગવાન વિષ્ણુ મૃત્યુલોકમાં વિચરણ કરવા માટે આવતા હતા ત્યારે માઁ લક્ષ્મીએ પણ સાથે જવાનો આગ્રહ કર્યો, ત્યારે ભગવાન વિષ્ણુજીએ કહ્યું કે હું જે વાત કહું આ તમે માનો તો પછી તમે આવો અને લક્ષ્મીજી માની ગયા અને વિષ્ણુભગવાન સાથે મૃત્યુલોકમાં સાથે જવા નીકળ્યા ત્યારે થોડીવારમાં વિષ્ણુજીએ કહ્યું કે હું જયા સુધી નાં આવું ત્યાં સુધી તમે અહી ઊભા રહો અને હું દક્ષિણદિશા તરફ જાવ છું તમે ત્યાં નાં આવતા પરંતુ ભગવાન તે દિશા તરફ જવા નીકળ્યા ત્યાં પાછળથી માતા લક્ષ્મીજીને થયું કે મને કેમ આ દક્ષિણદિશા તરફ જવાનીનાં પાડી પરંતુ તે પણ ભગવાન વિષ્ણુની પાછળ પાછળ જવા નીકળ્યા પરંતુ થોડાક આગળ ગયા ત્યાં સરસવનું ખેતર મળ્યું ત્યાં ખૂબ જ ફૂલ લાગેલા હતા સરસોની શોભા જોઈને માતા મંત્રમુગ્ધ બન્યા અને તે ફૂલથી શણગાર કરવા માંડ્યા અને આગળ વધ્યા ત્યાં ફરી એક ખેતરમાં શેરડીનું ઝાડ જોયું અને તેમાંથી રસ ચૂસવા માંડ્યા ત્યાં જ ભગવાન વિષ્ણુ પધાર્યા અને લક્ષ્મીજી પર નારાજ થયા અને શ્રાપ આપ્યો કે મે આ તરફ હતી તો પણ તમે આવ્યા અને કિસાનની ચોરી કરવાનો અપરાધ તમે કર્યો અને હવે આ કારણે તમે કિસાનની 12 વર્ષ સુધી સેવા કરો અને તેવું કહી ભગવાન વિષ્ણુ તેમને છોડીને ક્ષીરસાગર ચાલ્યા ગયા.

ત્યારે લક્ષ્મીજી ગરીબ કિસાનના ઘરે રહેવા લાગ્યા અને એકવાર તે કિસાનની પત્નીને કહ્યું કે પહેલા તમે સ્નાન કરી અને લક્ષ્મીની પૂજા કરો પછી રસોય બનાવવી ત્યારે તમે જે માંગશો એ મળશે ત્યારે કિસાનની પત્નીએ તેવું જ કર્યું પૂજા અને માતાનાં આશીર્વાદથી બીજા જ દિવસે કિસાનનું ઘર ધનધાન્ય અને જવેરાતથી ભરાય ગયું લક્ષ્મીજીએ તેણે ધનધાન્યથી પૂર્ણ કરી દીધા તે કિસાનનાં 12 વર્ષ આનંદથી વિત્યા. અને 12 વર્ષ પત્યા પછી લક્ષ્મીજીએ ત્યાંથી નીકળવાની તૈયારી કરી વિષ્ણુભગવાન લક્ષ્મીજીને લેવા આવ્યા ત્યારે કિસાને સાથે લઈ જવાની નાં પાડી દીધી ત્યારે ભગવાને કહ્યું કે અને તો કોણ જવા દેશે આ તો ચંચળ છે. તે કયાંય નથી રોકાતી આને કોઈ પણ નહીં રોકી શકે આ તો મારો શ્રાપ હતો એટલા માટે તે અહી રોકાયા હતા.

તો બીજી તરફ કિસાન હઠ પૂર્વક કહ્યું કે લક્ષ્મીજીને અમે નહીં જવા દઈએ, ત્યારે લક્ષ્મીજીએ કહ્યું કે તમે રોકવા માંગો છો તો હું કહું એ પ્રમાણે કરો કે તેરસનાં દિવસે ઘર સ્વચ્છ કરી અને રાતે ઘીનાં દીવા કરીને સાંજે મારી પૂજા કરજો અને એક ત્રાંબાના કળશમાં રૂપિયા ભરીને રાખજો હું તે કળશમાં નિવાસ કરીશ પરંતુ પૂજા સમયે હું તમને દેખાઈશ નહીં આ એક દિવસની પૂજાથી હું વર્ષ સુધી તમારા ઘરેથી નહીં જાઉ એટલું કહી તે દિવાની માફક દશેદિશામાં પ્રકાશ પથરાઈ ગયો, યારે લક્ષ્મીજીની કથા મુજબ તે કિસાને પૂજા કરી અને તેનું ઘર ધનધાન્યથી ભરાઈ ગયું.

ધનતેરસની સંધ્યાકાળે યમદેવ નિમિત દીપદાન કરવામાં આવે છે, અને ઘરની લક્ષ્મી દીપદાન કરે તો ઘરપરિવાર સુખી અને સ્વસ્થ રહે છે, આ દિવશે ચાંદી અને પિતળનાં વાસણ પણ ખરીદવાની પરંપરા છે, વધારે પિતળનાં વાસણ ખરીદવામાં આવે છે કારણ કે પીતળ મહર્ષિ ધન્વંતરીનું અહમ ધાતુ છે,આ ધાતુથી ઘરમાં આરોગ્ય, સૌભાગ્ય અને સ્વાસ્થ્ય લાભની પ્રાપ્તિ થાય છે. વ્યાપરવર્ગ આ દિવશે નવા ખાતાઓ અને માઁ લક્ષ્મી ને ગણેશજીની ખાસ પૂજા કરવામાં આવે છે.

Next Story