વડોદરા:સ્વદેશી અપનાવો થીમ પર ગણેશ શણગાર, માટીના 1300 કોડીયાથી કર્યો શણગાર

ગણેશ ભક્તે દોઢ મહિનાની મહેનત બાદ માટીના દીવામાંથી કળશ બનાવ્યો અને ગણેશની મૂર્તિને નાળિયેરના છાલમાંથી બનાવેલ નારિયેળમાં બિરાજીત કર્યા

New Update
વડોદરા:સ્વદેશી અપનાવો થીમ પર ગણેશ શણગાર, માટીના 1300 કોડીયાથી કર્યો શણગાર

વડોદરામાં એક ગણેશ ભક્તે દોઢ મહિનાની મહેનત બાદ માટીના દીવામાંથી કળશ બનાવ્યો અને ગણેશની મૂર્તિને નાળિયેરના છાલમાંથી બનાવેલ નારિયેળમાં બિરાજીત કર્યા છે. વડોદરા શહેરના આર.વી.દેસાઈ રોડ સ્થિત આવેલ અવધૂત આસ્થાના રહેવાસી રાધિકા સોની અને તેમના પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સમાજમાં એક સારો સંદેશો લોકો સુધી પહોંચે તે હેતુસર ચાઈનીઝ પ્રોડક્ટ બેન થાય અને સ્વદેશી વસ્તુઓ અપનાવે એને લઈને ગણેશજીનો શણગાર કર્યો છે. ગણેશ ભક્ત રાધિકા સોની એ જણાવ્યું કે, અમે છેલ્લા 15 વર્ષથી ગણેશજીની સ્થાપના કરતા આવ્યા છે.. 

અને દર વર્ષે લોકો સુધી એક સારો સંદેશો પહોંચે અને સામાજિક સમસ્યાઓના નિરાકરણ વિશેની જાગૃતિ ફેલાય એવા ઉદ્દેશ્ય સાથે ડેકોરેશનની થીમ નક્કી કરતા હોય છે.1300 માટીના કોળિયામાંથી બનાવેલ કળશની ઉપર નારિયેળ બનાવવમાં આવ્યું છે. આ નાળિયેળ પણ અસલ નારિયેળની છાલમાંથી બનાવવામાં આવે છે. તહેવાર પૂરો થયા બાદ આ દીવાઓનું લોકોમાં દિવાળી માટે વિતરણ કરવામાં આવશે. જેથી ગરીબ પરિવારમાં પણ ખુશીનો દીવો પ્રગટશે...

Latest Stories