Connect Gujarat
ધર્મ દર્શન 

વડોદરા: દેવ ઉઠી અગિયારસના પાવન પર્વ પર ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો નિકળ્યો,મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ જોડાયા

આજરોજ દેવ ઉઠી એકાદશી નિમિત્તે વડોદરામાં પરંપરાગત ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો શહેરના રાજમાર્ગો પર નિકળ્યો હતો

X

વડોદરામાં આજરોજ દેવ ઉઠી અગિયારસના પાવન પર્વ પર ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો શહેરના રાજમાર્ગો પર નિકળ્યો હતો આજરોજ દેવ ઉઠી એકાદશી નિમિત્તે વડોદરામાં પરંપરાગત ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો શહેરના રાજમાર્ગો પર નિકળ્યો હતો જેને વધાવા તેમજ ભગવાન વિઠ્ઠલનાથજીના દર્શન માટે ભકતોની ભીડ ઉમટી હતી.કોરોનાકાળ દરમ્યાન પરંપરા મુજબ વરઘોડો મંદિર પરિસરમાં કાઢવામાં અને ફેરવવામાં આવ્યો હતો.પરંપરા મુજબ દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત વડોદરાના રાજવી પરિવાર દ્વારા ભગવાન વિઠ્ઠલનાથજીની આરતી કરવામાં આવી હતી.આ પ્રસંગે વડોદરાના પ્રથમ નાગરિક કેયુર રોકડિયા, સ્થાયી સમિતીના અઘ્યક્ષ ડો. હિતેન્દ્ર પટેલ,વડોદરા કોંગ્રેસ અઘ્યક્ષ ઋત્વિજ જોષી,વિરોધ પક્ષ નેતા અમીબેન તેમજ નરેન્દ્ર રાવત વિશેષ ઉપસ્થિત રહ્યા.

Next Story