વડોદરા: નવનાથ મહાદેવના દર્શન માટે સાયકલયાત્રાનું આયોજન,150થી વધુ સાયકલયાત્રીઓ જોડાયા

ફતેગંજ વિસ્તારમાં આવેલ પીપળેશ્વર મહાદેવ મંદિર ખાતેથી નવનાથ મહાદેવના દર્શન માટે ગત વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં શ્રાવણ માસના પવિત્ર અવસરે સાઇકલ મારફતે યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો

New Update

જીવનું શિવ સાથે મિલન કરાવતો પવિત્ર શ્રાવણ માસ

વડોદરામાં આવેલા છે નવનાથ મહાદેવ

નવનાથ મહાદેવના દર્શન માટે સાયકલયાત્રા

150થી વધુ સાયકલયાત્રીઓ જોડાયા

હર હર મહાદેવના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું

વડોદરાના ફતેગંજ વિસ્તારમાં આવેલ પીપળેશ્વર મહાદેવ મંદિર ખાતેથી વડોદરાના નવનાથ મહાદેવના દર્શન માટે સાયકલ યાત્રા પ્રસ્થાન કરવામાં આવી  સંસ્કારીનગરી  વડોદરાના નાથ નવનાથ મહાદેવ પૈકી ફતેગંજ વિસ્તારમાં આવેલ પીપળેશ્વર મહાદેવ મંદિર ખાતેથી નવનાથ મહાદેવના દર્શન માટે ગત વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં શ્રાવણ માસના પવિત્ર અવસરે સાઇકલ મારફતે યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
મ્યુનિસિપલ કાઉન્સિલર રૂપલબેન મહેતા દ્વારા આ વર્ષે પણ સાયકલ મારફતે વડોદરાના નવનાથ દર્શન કરવા લોકોને પ્રેરિત કર્યા હતા વિસ્તારના લોકો પોતાની સાયકલ લઇ વડોદરાના નવનાથના દર્શન કરવા નીકળ્યા છે, આ યાત્રામાં ભાગ લેનાર શિવભક્તોને કોઈપણ અગવડતા ન પડે તેની પૂર્ણ તકેદારી મ્યુનિસિપલ કાઉન્સિલર રૂપલબેન મહેતા દ્વારા રાખવામાં આવી છે.
એમ્બ્યુલન્સ, પીવાના પાણીની વ્યવસ્થા તેમજ પૂર્ણાહુતિ  સમયે મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે.આ સાયકલ યાત્રામાં જોડાવા માટે આ વર્ષે 150થી વધુ રજીસ્ટ્રેશન મળ્યા હતા.
Latest Stories