વડોદરા:ચૌહાણ પરિવાર દ્વારા કઠોળના દાણા ઉપર "શ્રીજી"નું નામ લખીને મૂર્તિ સુશોભિત કરાઈ

પ્રતિમા બનાવવામાં લગભગ બે કિલો જેટલા ચોળાનો ઉપયોગ થયો છે. આવી પ્રતિમા સૌ પ્રથમ વર્ષ 1993માં બનાવી હતી. જેમાં ચોખા, તલ અને ચણાની દાળનો ઉપયોગ થયો હતો.

New Update

વડોદરામાં કઠોળના દાણા પર શ્રીજીનું નામ

ચૌહાણ પરિવારની ગણેશજીની અનોખી ભક્તિ 

બે કિલો ચોળાના દાણા પર શ્રીજીનું નામ લખ્યું

વિઘ્નહર્તા દેવની પ્રતિમાનું ઘરમાં જ કરે છે સ્થાપન

ચોખા,તલ,દાળ પર સ્ત્રોત લખીને પ્રતિમા પણ બનાવી     

વડોદરા શહેરના શિયાબાગ ભાવદાસ મહોલ્લામાં રહેતા ચૌહાણ પરિવાર દ્વારા એક અનોખી શ્રીજીની પ્રતિમા પોતાના ઘરેથી જ બનાવવામાં અને સ્થાપિત કરવામાં આવી છે. ચોળા (કઠોળ)ના દરેક દાણા ઉપર "શ્રીજી"નું નામ લખીને મૂર્તિ પર સુશોભિત કરવામાં આવી છે. 

વડોદરા શહેરના શિયાબાગ ભાવદાસ મહોલ્લામાં રહેતા ચૌહાણ પરિવાર દ્વારા વિઘ્નહર્તા દેવાની આકર્ષક અનોખી પ્રતિમા બનાવવામાં લગભગ પાંચથી સાત દિવસનો સમય લાગ્યો હતો. પરિવારના સૌ સભ્યોએ આ કાર્યમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું છે.આ પ્રતિમા દ્વારા કઠોળનું મહત્વ દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેમજ વિસર્જન બાદ પાણીમાં રહેલા જળચર પ્રાણીઓને આહાર મળી રહે તે હેતુથી આ કાર્ય કરવામાં આવ્યું છે.

પ્રતિમા બનાવવામાં લગભગ બે કિલો જેટલા ચોળાનો ઉપયોગ થયો છે. આવી પ્રતિમા સૌ પ્રથમ વર્ષ 1993માં બનાવી હતી. જેમાં ચોખાતલ અને ચણાની દાળનો ઉપયોગ થયો હતો. અને ચોખા ઉપર "શ્રી ગણેશાય નમઃ" લખ્યું હતું. તેમજ તલ અને દાળ ઉપર "ॐ" લખેલું હતું. ત્યારબાદ "વિષ્ણુ સહસ્ત્ર નામાવલી", "શંકર સહસ્ત્ર નામાવલી", "ગણેશ સહસ્ત્ર નામાવલી", "ગાયત્રી સહસ્ત્ર નામાવલી", "ગાયત્રી મંત્ર", "જય દશામાં" લખેલી મૂર્તિઓ પણ બનાવી હતી.દરેક દાણા ઉપર "શ્રીજી" નું નામ લખવાથી લઈ પ્રતિમા પર સુશોભિત કરવા સુધી લગભગ અસંખ્ય વખત શ્રીજીનો સ્મરણ તથા જાપ કરવામાં આવ્યા છે.

#Vadodara Ganesh Mahotsav #Shriji Statue #Vadodara News #idols of Shriji #શ્રીજીની પ્રતિમા #ઇકો ફ્રેન્ડલી શ્રીજી પ્રતિમા #શ્રીજી પ્રતિમા
Here are a few more articles:
Read the Next Article