Connect Gujarat
ધર્મ દર્શન 

વલસાડ : શિવ પાર્વતીના રૂપમાં પાંડવો દ્વારા સ્થાપિત શ્રી કુંતેશ્વર મહાદેવ મંદિર, વાંચો પૌરાણિક મહત્વ...

વલસાડ : શિવ પાર્વતીના રૂપમાં પાંડવો દ્વારા સ્થાપિત શ્રી કુંતેશ્વર મહાદેવ મંદિર, વાંચો પૌરાણિક મહત્વ...
X

એક દંતકથા અનુસાર કહેવાય છે કે, મહાભારત કાળમાં પાંડવો જ્યારે કવરવો સામે બધુ જ ભારીને વનવાસ માટે નીકળ્યા હતા, ત્યારે તે દરમિયાન દંડકારણ્યની ભૂમિમાં ભગવાન શિવને પ્રસન્ન કરવા પાંચ પાંડવો સહિત માતા કુંત્તિ, દ્રોપદી અને ભગવાન કૃષ્ણએ શિવલિંગ બનાવી ભોળાનાથને પ્રસન્ન કર્યા હતા. ભોળાનાથે તેમને અર્ધનારેશ્વર એટ્લે કે, શિવ પાર્વતીના રૂપમાં દર્શન આપ્યા હતા, ત્યારે કુંત્તા માતાએ સ્વયંભુ શિવલિંગની અર્ધનારેશ્વર સ્વરૂપે સ્થાપના કરી હતી. ત્યારથી જ આ ગામનું નામ કુંત્તામાતા અને ભગવાન શિવના નામ પરથી કુંતેશ્વર પડ્યું છે.





વલસાડ જિલ્લાના વાપીથી માત્ર 7 કિલોમીટર દૂર કુંતેશ્વર ગામે મહાદેવનું અર્ધનારેશ્વર શિવલિંગ આવેલુ છે. કુંતેશ્વર મહાદેવના અતિ પ્રાચીન મંદિરમાં કુલ 9 શિવલિંગનું સ્થાપન કરવામાં આવ્યું છે. શ્રાવણ મહિના દરમિયાન દર સોમવારે અહી અભિષેક પુજા રાખવામાં આવે છે. સવારે 5 વાગ્યાથી અભિષેક પુજા થાય છે, અને આ 12 કલાક સળંગ પુજા અભિષેક કરવામાં આવે છે. કુંતેશ્વર મહાદેવના મંદિરમાં 8 શિવલિંગ, માતા કુંત્તિ, યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ, સહદેવ, દ્રોપદી અને કૃષ્ણના 8 પાર્થિવરૂપ આજે પણ પૂજાય છે. મંદિરના ઐતિહાસિકતાની સૌથી નજીકનો પુરાવો મંદિરના મુખ્યદ્વાર પર લગાડવામાં આવેલી તકતી છે, જેના પરથી સ્પસ્ટ થાય છે કે, સંવંત 1888 એટ્લે કે, ઇ.સ. 1832માં તેનું ઉદઘાટન કરાયું હતું. કુંતેશ્વર મંદિરનો 2 વખત જીર્ણોધાર થઈ ચૂક્યો છે. આ સાથે જ મંદિરમાં ભવ્ય અને સુંદર દીપમાળાઓ પણ આવેલી છે, જેના દર્શન થકી ભક્તોની માનતા પૂરી થાય છે. મંદિરમાં દીવા પ્રગટાવવા આવે છે, આ મંદિર સાથે ભક્તોની અતૂટ શ્રદ્ધાઓ રહેલી છે, અને આ મંદિરને ભક્તો પોતાનું સૌભાગ્ય માને છે. કારણ કે, માતા કુંત્તા દ્વારા આ મંદિરની સ્થાપના થઈ છે. શિવભક્તો કુંતેશ્વર મહાદેવના દર્શન કરીને તેમના જીવનને ધન્ય બનાવે છે. તેઓ પૂરી શ્રદ્ધા અને ભાવપૂર્વક 11થી 16 સોમવારના વ્રત કરી પૂજા કરે છે, ત્યારે હાલ ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસના દર સોમવારે અહી ભક્તોનું ઘોડાપૂર ઉમટે છે, જે દર્શન-પૂજન સહિત જળાભિષેકનો લ્હાવો લઈ ખૂબ ધન્યતા અનુભવે છે.




Next Story