સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા ખાતે ધાર્મિક કાર્યક્રમ યોજાયા
વામન જયંતિ અને વિરાટ વિજય દિનની ઉજવણી કરાય
ભગવાન શ્રી દ્વારકાધીશને વામન સ્વરૂપના શૃંગાર કરાયો
જગત મંદિરે નૂતન ધ્વજારોહણ - વિશેષ આરતી યોજાય
મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ દર્શન કરી ધન્યતા અનુભવી
દેવભૂમિ દ્વારકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા ખાતે વિરાટ વિજય દિનની ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન દ્વારકાધીશને વામન સ્વરૂપના શૃંગાર અને જગત મંદિરે નૂતન ધ્વજારોહણ તથા વિશેષ આરતી યોજાય હતી.
દેવભૂમિ દ્વારકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં વામન જયંતિ વિરાટ વિજય દિનની ઉજવણી કરાય હતી. ઠાકોરજીને વામન સ્વરૂપના શણગાર કરાયા હતા. મંદિરે ધ્વજારોહણ તથા વિશેષ આરતી કરાય હતી. પાકિસ્તાને મેલી મુરાદથી દ્વારકાધીશજી મંદિરને નિશાન બનાવી 1965ના વર્ષમાં રાત્રે દ્વારકા ઉપર 156 બોમ્બ ફેંક્યા હતા. જોકે, ઠાકોરજીની કૃપાથી એક પણ બોમ્બ ફૂટ્યા ન હતા અને દ્વારકાની કાંકરી પણ હલી ન હતી. આ દિનની યાદમાં વિરાટ વિજય દિન વામન જયંતિના દિને દર વર્ષે ઉજવાય છે.
પૌરાણિક કથા અનુસાર વામન ભગવાને બલીરાજાનો અહંકાર ભાંગ્યો હતો. તેવી રીતે ભગવાન દ્વારકાધીશે પાકિસ્તાનનો અહંકાર ભાંગ્યો હતો. જે બોમ્બ મારાના અવશેષો સંસ્કૃત એકેડમી દ્વારકાના મ્યુઝિયમમાં રાખવામાં આવ્યા છે. વામન જયંતિ નિમિત્તે જગત મંદિરમાં ઠાકોરજીને વામન સ્વરૂપનો શણગાર કરાયો હતો. આ સાથે જ ભગવાનની વિશેષ આરતી યોજાય હતી. વિષ્ણુસહસ્ત્રના પાઠ તથા મંદિરના શિખરે ધ્વજારોહણ કરાયું હતું. ગુગળી બ્રહ્મ સમાજ દ્વારા દર વર્ષે વામન જયંતિના દિવસે મંદિરે ધ્વજારોહણ કરવામાં આવે છે.