/connect-gujarat/media/post_banners/da9c1fcc5b860b582deaebf541783acddc371df9d09b3d2687f43c6273ab7c87.webp)
આવતીકાલે 15મી નવેમ્બરે વર્લ્ડકપ 2023ની પ્રથમ સેમિફાઇનલ મેચ રમાશે. આમાં ભારત અને ન્યૂઝીલેન્ડ આમને-સામને થશે. ODI ક્રિકેટમાં આ 118મી વખત હશે જ્યારે બંને ટીમો આમને સામને ટકરાશે. અત્યાર સુધી રમાયેલી મેચોમાં ટીમ ઈન્ડિયાએ 59 મેચ જીતી છે, જ્યારે ન્યૂઝીલેન્ડે 50 મેચ જીતી છે. બંને વચ્ચે એક મેચ ટાઈ રહી છે અને 7 મેચ અનિર્ણિત રહી છે. અહીં જાણો ભારત-ન્યૂઝીલેન્ડના આ ODI ઈતિહાસ સાથે જોડાયેલા 10 ખાસ આંકડા...
ભારત-ન્યૂઝીલેન્ડના ખાસ વનડે આંકડા.......
1. સર્વોચ્ચ સ્કોર: ટીમ ઈન્ડિયાએ માર્ચ 2009માં ક્રાઈસ્ટચર્ચ ODIમાં ન્યૂઝીલેન્ડ સામે 4 વિકેટો ગુમાવીને 392 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો.
2. સૌથી ઓછો સ્કોર: ઑક્ટોબર 2016માં રમાયેલી વિશાખાપટ્ટનમ ODIમાં ન્યૂઝીલેન્ડની ટીમ ભારત સામે માત્ર 79 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
3. સૌથી મોટી જીતઃ ન્યૂઝીલેન્ડની ટીમે ભારતને 200 રનના વિશાળ અંતરથી હરાવ્યું છે. ઓગસ્ટ 2010માં દાંબુલામાં રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયાને આ શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો.
4. સૌથી નાની જીતઃ માર્ચ 1990માં વેલિંગ્ટનમાં ભારતે ન્યૂઝીલેન્ડને એક રનથી રોમાંચક હાર આપી હતી.
5. સૌથી વધુ રન: સચિન તેંદુલકરે ભારત-ન્યૂઝીલેન્ડ ODI મેચોમાં 1750 રન બનાવ્યા છે.
6. શ્રેષ્ઠ ઇનિંગ્સઃ ભારતીય ઓપનર શુભમન ગીલે આ વર્ષે હૈદરાબાદમાં ન્યૂઝીલેન્ડ સામે 149 બૉલમાં 208 રનની ઇનિંગ રમી છે.
7. સૌથી વધુ સદી: ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગે ન્યૂઝીલેન્ડ સામે 6 ODI સદી ફટકારી છે.
8. સૌથી વધુ વિકેટઃ ભારતીય ટીમના પૂર્વ ફાસ્ટ બોલર જવાગલ શ્રીનાથે ન્યૂઝીલેન્ડ સામે 51 વિકેટો પોતાના નામે કરી છે.
9. શ્રેષ્ઠ બૉલિંગ ઇનિંગ્સઃ ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શેન બોન્ડે ઓગસ્ટ 2005માં રમાયેલી બુલાવાયો ODIમાં ભારતીય ટીમ સામે 19 રન આપીને 6 વિકેટો લીધી હતી.
10. સૌથી વધુ કેચ: ન્યૂઝીલેન્ડના દિગ્ગજ બેટ્સમેન રૉસ ટેલરે ભારત સામેની ODI મેચોમાં 19 કેચ લીધા છે.
જો વરસાદને કારણે ફાઇનલ-સેમિફાઇનલ રદ થશે તો શું થશે? જાણો ICC નિયમ
વર્લ્ડ કપની તમામ લીગ તબક્કાની મેચો સમાપ્ત થઈ ગઈ છે. હવે ફાઈનલ અને સેમીફાઈનલ મેચનો વારો છે. ભારત, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ આ વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં પહોંચી ગયા છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 15 નવેમ્બરે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં પ્રથમ સેમીફાઈનલ મેચ રમાશે. તે જ સમયે, બીજી વર્લ્ડ કપ મેચ દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 16 નવેમ્બરે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાશે. આ બંને મેચમાં વિજેતા ટીમ ફાઇનલમાં પહોંચશે અને ત્યારબાદ તે બંને ટીમો વચ્ચે 19 નવેમ્બર, રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાશે.