ઉમંગ,ઉત્સાહ અને નવી આશાનું કિરણ એટલે દિવાળી પછી શરુ થતું નવું વર્ષ

દિવાળી પર્વની ઉજવણીનો થનગનાટ લગભગ નવરાત્રીના પ્રારંભ સાથે જ શરૂ થઈ જાય છે,અને દિવાળી નજીક આવતા જ લોકો ઉસત્વની શુખમય ઉજવણી માટે બનતા તમામ પ્રયાસો કરીને ઉમંગ ઉત્સાહભેર દિવાળીની ઉજવણી

New Update
hny
દિવાળી પર્વની ઉજવણીનો થનગનાટ લગભગ નવરાત્રીના પ્રારંભ સાથે જ શરૂ થઈ જાય છે,અને દિવાળી નજીક આવતા જ લોકો ઉસત્વની શુખમય ઉજવણી માટે બનતા તમામ પ્રયાસો કરીને ઉમંગ ઉત્સાહભેર દિવાળીની ઉજવણી કરે છે.ખાસ કરીને દિવાળીના બીજા દિવસથી એટલે કે પડવાના દિવસથી ગુજરાતીઓ નવા વર્ષની શરૂઆત કરે છે.ભારતમાં દરેક પ્રાંતના લોકોના તહેવારોમાં વિભિન્નતા છે તો લગભગ દરેકના નવા વર્ષની શરૂઆત પણ જુદા જુદા માસમાં કે તિથિ મુજબ થાય છે.
ગુજરાતીમાં જે રીતે મહિનાનાં પ્રથમ દિવસને પડવો અને બેસતો મહીનો કહેવાય છે તે જ રીતે વર્ષનાં પ્રથમ દિવસને બેસતું વર્ષ કહેવાય છે.જોકે, ગુજરાતીઓનું નવું વર્ષ આ વખતે એક દિવસ છોડીને 2જી નવેમ્બરના રોજ ઉજવાઈ રહ્યું છે. કારતક સુદ એકમ એટલે બેસતું વર્ષ 2 નવેમ્બર 2024 ને શનિવારના રોજ ગણવામાં આવશે. 
ગુજરાતમાં બેસતુ વર્ષ એટલે કે નવા વર્ષના દિવસે લોકો નૂતન વર્ષમાં નવા ઉત્સાહની સાથે ઉજવણી કરે છે.અને વડીલોના આશીર્વાદ મેળવે છે.એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવે છે.ખાસ તો આ બધી પરંપરાઓ આજે પણ ગામડાઓમાં જ વધુ જોવા મળે છે.
સાંસ્કૃતિક, ધાર્મિક, પ્રાકૃતિક અને ભૌગોલિક વૈવિધ્ય ધરાવતા ભારતમાં અલગ-અલગ રાજ્યમાં અલગ-અલગ દિવસે નવું વર્ષ ઊજવવામાં આવે છે. ગુજરાતમાં વસતા વિવિધ સમુદાયોમાં પણ એક કરતા વધુ નવા વર્ષ ઉજવાય છે.
પરંપરાગત પંચાંગ પ્રમાણે, દિવાળી અને નવા વર્ષ વચ્ચેનો છોડી દેવાયેલો દિવસ 'ધોકા' તરીકે ઓળખાય છે અને આમ કરવા પાછળ ખગોળીય ગણતરી જવાબદાર હોય છે.તિથિ, માસ અને વર્ષ એ કોઈપણ ઐતિહાસિક, રાજકીય, સાંસ્કૃતિક કે ખગોળીય ઘટનાને નોંધવા માટે અનિવાર્ય માહિતી છે.
વૈદિકકાળથી પંચાંગના આધારે મિતિ નક્કી કરવાની ભારતમાં પરંપરા રહી છે.પંચાંગમાં તિથિ, વાર, નક્ષત્ર, યોગ અને કરણ (ત્રીસ ઘડીના કાળનો એક એકમ) એમ પાંચ અંગ જણાવવામાં આવ્યા છે. આ ભારતીય પંચાંગો અને ધર્મશાસ્ત્રોમાં, સૌર, ચંદ્ર, સાયન અને નક્ષત્ર એમ ચાર પ્રકારના કાલમાનનું મિશ્ર સ્વરૂપ સ્વીકારાયેલું છે.
પૂનમ કે પૂર્ણિમા પછીના દિવસથી ચંદ્રનો ક્ષય થવા લાગે અને તેનો પ્રકાશ 15 દિવસ સુધી ઘટે એટલે તે અંધારિયા, કૃષ્ણપક્ષ, વદ કે વદી તરીકે ઓળખાય છે. પછીના પખવાડિયામાં ચંદ્રનો પ્રકાશ દિવસે-દિવસે વધતો રહે એટલે તે અજવાળિયાં, શુક્લ, શુક્લપક્ષ, સુદ કે સુદી તરીકે ઓળખાય છે.
જો ચંદ્ર ચડતી કળાએ હોય તો તિથિની આગળ 'સુદ' અને ઊતરતી કળાએ હોય તો 'વદ' પછી તિથિ લખવામાં આવે છે. સુદનો પંદરમો દિવસ 'પૂનમ' તથા વદનો પંદરમો દિવસ 'અમાસ' તરીકે ઓળખાય છે.
નવો માસ કે વર્ષ શરૂ કરવા માટે ભારતમાં 'અમાંત' અને પૂર્ણિમાંત. અમાંત શબ્દ એ 'અમાસ અને અંત'ની સંધિ છે, જ્યારે અને 'પૂર્ણિમાંત'નો અર્થ 'પૂર્ણિમાના દિવસે અંત' છે.
'અમાંત' પદ્ધતિમાં અમાસના દિવસે મહિનો પૂર્ણ થાય છે અને નવા માસની શરૂઆત સુદ એકમથી થાય છે. દાખલા તરીકે માગશર મહિનાની અમાસના બીજા દિવસે પોષ માસની સુદ-એકમ હશે.
જ્યારે 'પૂર્ણિમાંત' પદ્ધતિમાં પૂનમના દિવસે માસને પૂર્ણ માનવામાં આવે છે અને વદ એકમથી નવા માસની શરૂઆત થાય છે. આમ તેમાં પ્રથમ પખવાડિયું વદનું હોય છે. જેમ કે શ્રાવણ મહિનો પૂર્ણ થયેથી ભાદ્રપદ શરૂ થાય.
બીજી નવેમ્બર, 2024નું નવું વર્ષ એ વિક્રમ સંવત પ્રમાણે, વર્ષનો પહેલો દિવસ છે. જે કારતક સુદ એકમથી શરૂ થાય છે. આ સંવતને 'વિક્રમ કાલ', 'માલવગણ' કે 'કૃત'ના નામથી પણ ઓળખવામાં આવે છે.
"ભારતના ઉત્તરના ભાગોમાં પૂર્ણિમાંત હોય છે એટલે ચૈત્ર મહિનાના શુક્લપક્ષથી નવું વર્ષ શરૂ થાય છે. જ્યારે ગુજરાત-કાઠિયાવાડમાં કાર્તિક માસથી વર્ષનો આરંભ માનવામાં આવે છે. 
ગુજરાતમાં એક પરંપરા મુજબ બેસતા વર્ષના દિવસે એક બીજાને સબરસ એટલે કે મીઠાના ગાંગડા વહેંચે છે. સબરસ એટલે કે બધા એક જ રસમાં એક જેવા જ છે.પરંતુ આ પ્રાચીન પરંપરા હવે વિસરાઈ ગઈ છે.અતમાં કનેક્ટ ગુજરાતના સૌ શુભેચ્છકો,ફોલોઅર્સ ને નવા વર્ષની શુભેચ્છા,નવું વર્ષ આપ સૌ માટે પ્રગતિકારક રહે તેવી પ્રાર્થના.