કેન્દ્રીય કેબિનેટની બુધવારે યોજાયેલી બેઠકમાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. વર્ષ 2019-2020 માટે પ્રોડક્ટિવિટી લિંક્ડ અને નોન-પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસને મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયથી કેન્દ્રના 30 લાખ નોન-ગેઝેટેડ કર્મચારીઓને લાભ થશે. દશેરા અગાઉ બોનસની આ રકમ એક જ હપ્તામાં ચુકવી આપવામાં આવશે.
માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કેબિનેટ દ્વારા લેવામાં આવેલા નિર્ણય અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે બોનસ પાછળ રૂપિયા 3,737 કરોડ ખર્ચ કરવામાં આવશે. બોનસની ચુકવણી કર્મચારીઓના બેન્ક ખાતામાં જમા કરી દેવામાં આવશે.
પોસ્ટ ઓફિસ, EPFO અને ESICના 17 લાખ કર્મચારીનો સમાવેશ થાય છે. તેને પ્રોવક્ટિવિટી લિંક્ડ બોનસ આપવામાં આવશે. અન્ય 13 લાખ કેન્દ્રીય કર્મચારીઓને નોન- પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ મળશે.