દિવાળીના તહેવારની શરૂઆત થઈ ગઇ છે ત્યારે ઘરની સાફસફાઇ ,સજાવટ, ખરીદીની સાથે સાથે અવનવી વાનગી બનાવવું પણ મહત્વ રહેલું છે, ગુજરાતીઓનું નવું વર્ષ લોકો ધામધૂમ પૂર્વક ઉજવી રહ્યા છે ત્યારે વાનગી પણ ઘરે જ તૈયાર કરો તો ચાલો જાણીએ આ અવનવી વાનગી સોજીના ચેવડા વિષે...
સોજીનો ચેવડો
જે ખાવામાં ટેસ્ટી અને ઝડપ અને સરળ બની તેવી વાનગી અને આ ચેવડાને લાંબા સમય સુધી પણ ખાય શકો તેવી વાનગી
સોજીનો ચેવડાની સામગ્રી :-
સોજી બારીક 1 કપ, 1=1/4 કપ પાણી,સવડ મુજબ મીઠું , કાજુનાં ટુકડા,બદામના ટુકડા , મખાનાં 1 કપ, સૂકી દ્રાક્ષ 1 કપ, તેલ ફ્રાય કરવા માટે, મીઠા લીમડાના પાન, 2 બાફેલા બટેટા, 1 ચમચી તીખાનો પાઉડર, 2 ચમચી ખસ ખસ,2 ચમચી ચાટ મસાલો, 1 કપ માંડવીના દાણા.
સોજીનો ચેવડો બનાવવાની રીત :-
સૌ પ્રથમ બારીક સોજી લેવી સાથે 1 તપેલી માં 1 કપ અને ¼ કપ પાણી ઉમેરી અને તેમ અડધી ચમચી મીઠું ઉમેરી તેમ 2 ચમચી તેલ ઉમેરવું અને ત્યાર પછી આ મિશ્રણને ગેસ પર થોડું ગરમ થાય ત્યાં સુધી મૂકવું અને ગરમ થયા પછી તપેલીને નીચે ઉતારી લેવી 1 કપ સોજી તે ગરમ પાણીમાં ઉમેરવી અને મિક્સ થાય ત્યાં સુધીને હલાવતા રહેવું અને આ મિશ્રણને થોડીવાર ઢાંકી અને સાઈડ પર રાખી દેવું તો બીજી તરફ 1 કડાઇ માં 2 મોટી ચમચી તેલ નાખી અને ગરમ કરવું અને તેમાં બદામ અને કાજુના ટુકડા નાખી અને ફ્રાય કરવું અને સાથે તેમાં 1 કપ મખાના અને કિશમિશ પણ નાખી સાંતળી અને બહાર કાઢવું અને તે જ કડાઈમાં માંડવીના દાણા નાખી અને સાંતળવું અને તેમાં 2 ચમચી ખસ ખસ ઉમેરવી આ દિવાળીના તહેવારમાં તમે બનાવી શકો છો હવે તેમાં ઉમેરો મીઠા લીમડાનાં ટુકડા નાખી અને તેણે બરાબર મિક્સ કરવું અને હવે તેમાં સાતળેલા ડ્રાયફ્રૂટ્સ ઉમેરવા અને ગેસ બંધ કર્યા પછી તેમાં 2 ચમચી ચાટ મસાલો અને 1 ચમચી તીખાંનો પાઉડર ઉમેરવો સ્વાદ મુજબ મીઠું અને 2 ચમચી ખાંડનો પાઉડર ઉમેરી અને મિક્સ કરવું.
બીજી તરફ 1 કડાઈમાં તેલ નાખી અને ગેસ પર મૂકવું આને 2 બટેટા બાફેલાને છીણી નાખવા અને સોજીના મિશ્રણમાં છીણેલા બટેટા મિક્સ કરી અને સેવ બનાવવાના મશીનમાં આ મિશ્રણ નાખી અને તેને ઉકાળેલા તેલમાં સેવ આકારમાં બનાવવી અને તેને ફ્રાય કરવી અને આ ફ્રાય કરલ સેવને એક વાસણમાં નાખી અને તેમાં ડ્રાયફ્રૂટવાળા મિશ્રણને બરાબર મિક્સ કરી અને સર્વ કરો તો આ દિવાળીના તહેવારની સ્પેસિયલ અને હેલ્ધી આ ચટપટી વાનગી ઘરે જ તૈયાર કરો.