/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/12/01164847/jkhk-e1606821548527.jpg)
દ્વારકા પાસે આવેલી ધ્રેવાડ ગામ પાસે કાર અને ટ્રક વચ્ચે સર્જાયેલાં ગમખ્વાર અકસ્માતમાં ચાર વ્યકતિઓના સ્થળ પર જ કમકમાટીભર્યા મોત નીપજયાં છે. કારમાં સવાર લોકો દ્વારકાધીશના દર્શન કરી પરત ફરી રહયાં હોવાની વિગતો સપાટી પર આવી છે.
મંગળવારના રોજ દ્વારકાના નવી ધ્રેવાડ નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો. અકસ્માતના પગલે દ્વારકા- જામનગર હાઇવે રકતરંજિત બની ગયો હતો. દ્વારકા ખાતે આવેલાં દ્વારકાધીશ મંદિર ખાતે દર્શન કરી પરત ફરી રહેલાં દર્શનાર્થીઓ માટે ટ્રક કાળ બનીને આવી હતી. કાર અને ટ્રક વચ્ચે થયેલાં અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ વળી જવાના કારણે કારમાં સવાર ત્રણ પુરુષ અને એક મહિલાના સ્થળ પર જ મોત થઇ ગયાં હતાં. બનાવની જાણ થતાં 108 તેમજ પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને મૃતકોની ઓળખવિધિ કરવાની તજવીજ હાથ ધરી હતી. હાલ તો તમામ મૃતદેહોને દ્વારકાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં છે.