દ્વારકા : ખંભાળીયામાં યુવાનને નગ્ન અવસ્થામાં બજારમાં ફેરવાયો, તમે પણ જુઓ

New Update
દ્વારકા : ખંભાળીયામાં યુવાનને નગ્ન અવસ્થામાં બજારમાં ફેરવાયો, તમે પણ જુઓ

દ્વારકા જિલ્લાના ખંભાળીયામાં બનેલી ઘટનાએ પોલીસની આબરૂના ધજાગરા તો ઉડાવ્યાં છે પણ બજારમાંથી પસાર થતાં સૌ લોકોના માથા શરમથી ઝુકાવી દીધાં હતાં.

તમારા સક્રીન પર દેખાતો વિડીયો ખંભાળીયાનો છે. જેમાં બે યુવાનોએ કાયદો હાથમાં લીધો હતો અને અન્ય એક યુવાનને કોઇ કારણોસર નગ્ન કરી નાંખ્યો હતો. બંને યુવાનોએ આટલેથી નહિ અટકતાં યુવાનને નગ્ન હાલતમાં બજારમાં ફેરવવાની શરૂઆત કરી હતી. નગ્ન યુવાનને જોઇ બજારમાંથી પસાર થતાં લોકોના માથા શરમથી ઝુકી ગયાં હતાં. ખાસ કરીને મહિલાઓ અને યુવતીઓની હાલત કફોડી બની હતી. બજારમાં ફેરવ્યાં બાદ નગ્ન હાલતમાં જ યુવાનને પોલીસ સ્ટેશન ખાતે લઇ જવામાં આવ્યો હતો. સમગ્ર ઘટના કેમ અને કયાં કારણોસર બની તેની પોલીસે તપાસ હાથ ધરી છે પણ એક વાત તો ચોકકસ છે કે ઘટના બાદ પોલીસની આબરૂના ધજાગરા ઉડી ગયાં છે. ગુનાહિત માનસ ધરાવતાં લોકોને ખંભાળીયા પોલીસનો ડર ન રહયો હોય તેમ લાગી રહયું છે.

Latest Stories