Connect Gujarat
Featured

દેવભૂમિ દ્વારકા : કોરોનાની સારવાર દરમ્યાન પોલીસકર્મીનું મોત, ગાર્ડ ઓફ ઑનર સાથે મૃતક પોલિસ કોન્સ્ટેબલને અપાઈ અંતિમ વિદાય

દેવભૂમિ દ્વારકા : કોરોનાની સારવાર દરમ્યાન પોલીસકર્મીનું મોત, ગાર્ડ ઓફ ઑનર સાથે મૃતક પોલિસ કોન્સ્ટેબલને અપાઈ અંતિમ વિદાય
X

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભાણવડ પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસકર્મીનું કોરોનાની સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું, ત્યારે ફ્રન્ટ લાઇન કોરોના વોરિયર્સ એવા પોલીસકર્મીની ગાર્ડ ઓફ ઑનર સાથે અંતિમવિધિ કરવામાં આવી હતી.

રાજ્યભરમાં કોરોનાનો કાળો કહેર વર્તાઈ રહ્યો છે. જેના કારણે રોજે રોજ રેકોર્ડ બ્રેક કેસ પણ સામે આવી રહ્યા છે, ત્યારે હવે સામાન્ય લોકોની સાથે સાથે તેમની સુરક્ષામાં અગ્રેસર રહેતા કોરોના વોરિયર્સ પણ સંક્રમિત થઈ રહ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રાવલ ગામના રહેવાસી અને હાલ ભાણવડ પોલીસ મથકમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા પોલીસકર્મી મોહન સોલંકીને કોરોનાની સારવાર માટે હોસ્પીટલમાં દાખલ કરાયા હતા, ત્યારે ફ્રન્ટ લાઇન કોરોના વોરિયર્સ એવા મોહન સોલંકીનું સારવાર દરમ્યાન મોત નિપજતા પોલીસ બેડામાં શોકનો માહોલ છવાયો છે.

શનિવારના રોજ મૃતક પોલિસ કોન્સ્ટેબલને ગાર્ડ ઓફ ઑનર સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. જોકે, યુવા પોલીસ કોન્સ્ટેબલનું કોરોનાના કારણે મોત નિપજતા સમગ્ર પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

Next Story