અંદમાન અને નિકોબાર ટાપુઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. દ્વીપ સમૂહમાં દિગલીપુરથી 55 કિમી દૂર ધરતીનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર 4.3ની તીવ્રતા નોંધવામાં આવી છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, શુક્રવારે સવારે ભૂકંપ આવ્યો હતો.

જો કે ભૂકંપના કારણે કોઈ જાનહાનિ થઈ હોવાની માહિતી નથી. જણાવી દઈએ કે થોડા મહિના પહેલા પણ અંદમાન અને નિકોબાર ટાપુઓના દિગલીપુરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. 28 માર્ચે મોડી રાત્રે 2.52 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ત્યારબાદ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.4 માપવામાં આવી હતી.