ભરૂચ જિલ્લામાં ધોરણ 10-12 બોર્ડની પરીક્ષા 4840 વિદ્યાર્થીઓ આપશે, આયોજન અંગે કલેકટરની અધ્યક્ષતામાં યોજાય બેઠક

ધો.૧૦ અને ધો.૧૨ પૂરક પરીક્ષા યોજાશે, તેના આયોજન અર્થે ભરૂચ જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને અને જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસેની ઉપસ્થિતિમાં બેઠક યોજાઇ

New Update
પૂરક પરીક્ષા
તા.૨૩ જૂન, ૨૦૨૫ થી તા.૩ જુલાઇ, ૨૦૨૫ દરમિયાન ધો.૧૦ અને ધો.૧૨ પૂરક પરીક્ષા યોજાશે, તેના આયોજન અર્થે ભરૂચ જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને અને જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસેની ઉપસ્થિતિમાં બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ પરીક્ષા સાથે સંકળાયેલા તમામ વિભાગોને લાઈઝનીંગમાં રહી તમામ વ્યવસ્થાઓ સુનિચિત કરવા વિવિધ રચનાત્મક સૂચનો કર્યા હતા. તેમજ પરીક્ષાની આનુષાંગિક ભૌતિક સુવિધાઓની ચકાસણી કરી લેવા અનુરોધ તેમણે કર્યો હતો.   
       
જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઓલે પૂરક પરીક્ષાલક્ષી વિગત આપતા જણાવ્યુ કે,તા.૨૩ જૂન થી તા.૧ જુલાઇ સવારે ૧૦ થી બપોરે ૧.૧૫ વાગ્યા દરમિયાન ૦૯ બિલ્ડિંગના ૮૮ બ્લોકમાં ધો.૧૦ની પરીક્ષા છે, ૨૬૪૦ વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપશે. તા.૨૩ જૂન થી તા.૩ જુલાઇ સવારે ૧૦.૩૦ થી બપોરે ૧.૪૫ વાગ્યા દરમિયાન ૦૫ બિલ્ડિંગના ૪૩ બ્લોકમાં ધો.૧૨ (સામાન્ય પ્રવાહ) છે, ૧૨૯૦ વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપશે.જૂન-૨૦૨૫ની તા.૨૩ થી તા.૩૦ બપોરે ૩ થી સાંજે ૬.૩૦ વાગ્યા દરમિયાન ૦૫ બિલ્ડિંગના ૪૬ બ્લોકમાં  ધો.૧૨ (વિજ્ઞાન પ્રવાહ)ની પરીક્ષા છે, આશરે ૯૧૦ વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપશે. આમ ભરૂચ જિલ્લામાં કુલ ૪૮૪૦ જેટલા વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપશે.