અંકલેશ્વર: કોસમડી નજીક આવેલ જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલમાં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું

આ પ્રદર્શનમાં ૧૯૨ કૃતિઓ રજુ કરવામાં આવી હતી.આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય અને રીબીન કટિંગ થકી બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનને ખુલ્લું મુકવામાં આવ્યું

New Update

અંકલેશ્વરની જય અંબે ઇન્ટરનેશનલ સ્કુલમાં યોજાયું પ્રદર્શન

બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન

188 શાળાના 380 વિદ્યાર્થીઓ લીધો ભાગ

192 કૃતિઓ રજૂ કરવામાં આવી

ડી.ઇ.ઓ.સ્વાતિબા રાઉલ રહ્યા ઉપસ્થિત

અંકલેશ્વરના કોસમડી ગામ પાસે આવેલ જય અંબે ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું હતું જેમાં 188 શાળાના 380 વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો
જી.સી.ઈ.આર.ટી.ગાંધી નગર પ્રેરિત અને જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ તેમજ અંકલેશ્વરની જય અંબે ઇન્ટર નેશનલ સ્કુલના સંયુક્ત ઉપક્રમે ક.મા.મુન્સી શાળા વિકાસ સંકુલનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું હતું જેમાં વાલિયા,નેત્રંગ,ઝઘડિયા અને અંકલેશ્વર-હાંસોટ તાલુકાની મળી કુલ ૧૮૮ શાળાઓના ૩૮૦ જેટલા બાળકોએ ભાગ લીધો હતો.
આ પ્રદર્શનમાં ૧૯૨ કૃતિઓ રજુ કરવામાં આવી હતી.આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય અને રીબીન કટિંગ થકી બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનને ખુલ્લું મુકવામાં આવ્યું હતું.આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં જીલ્લા શિક્ષણાધિકારી સ્વાતીબા રાઉલ,જીલ્લા શિક્ષણ તાલીમ ભવનના પ્રાચાર્યા રેખાબેન સેન્જલીયા,વિજ્ઞાન સલાહકાર પ્રીતિબેન સંઘવી અને શાળાના મેનેજીંગ ડીરેક્ટર નૌતમ જાની,આચાર્ય સંઘના પ્રમુખ અમિતસિંહ વાંસદિયા, બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનના નોડલ અધિકારી ભૂમિકાબેન બોરસિયા,શાળાના કેમ્પસ ડાયરેક્ટર જીતેન્દ્ર ભાલીયા તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories