/connect-gujarat/media/post_banners/c1fe0d1d763246de07aceb723afa73761be9ccd69c7c9d44b452e9f0a0396115.jpg)
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ માસમાં યોજાયેલી ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું પરિણામ આજે તા. 11 મે, 2024 શનિવારના જાહેર કરવામાં આવ્યું છે. ભરૂચ જિલ્લામાં ધો. 10 બોર્ડની પરીક્ષામાં ગત વર્ષનું પરીણામ 61.07 ટકા હતું. જે પરિણામ વધીને આ વર્ષે 81.12 ટકા જાહેર થયું છે. ભરૂચ જિલ્લામાં 385 વિદ્યાર્થીઓ A-1 ગ્રેડ મેળવ્યો છે, ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે અંકલેશ્વર શહેર, GIDC વિસ્તાર, અંકલેશ્વર વિભાગ 2 અને 3 મળી SSC બોર્ડની પરીક્ષા માટે કુલ 3,925 વિદ્યાર્થીઓ નોંધાયા હતા.
જેમાં 3,905 વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહી પરીક્ષા આપી હતી, ત્યારે આજે જાહેર થયેલા ધોરણ 10 બોર્ડની પરીક્ષાના પરિણામમાં 3,260 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થઈ બાજી મારી લીધી છે. આ સાથે જ આ વર્ષે અંકલેશ્વર GIDC વિસ્તારનું પરિણામ 91.11 ટકા આવ્યું છે. જેમાં ગત વર્ષનું પરિણામ 76.08 ટકા હતું. આમ જોવા જઈએ તો ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે 15.03 ટકાના તફાવત સાથે પરિણામના આંકડામાં વધારો થયો છે. તો બીજી તરફ, અંકલેશ્વરના GIDC વિસ્તાર સ્થિત સંસ્કારદીપ શાળાનું 100 ટકા પરિણામ આવ્યું છે.
સંસ્કારદીપ શાળાના 10 વિદ્યાર્થીઓ A-1 ગ્રેડ મેળવ્યો છે, જ્યારે 28 વિદ્યાર્થીઓએ A-2 ગ્રેડ મેળવી શાળા અને પરિવાર તેમજ અંકલેશ્વરનું ગૌરવ વધાર્યું છે.