ગુજરાતમાં સરકારી નોકરી મેળવવા માટે વધુ એક સુવર્ણ તક, જાણો તમામ માહિતી

ગુજરાત સરકારમાં નોકરી મેળવવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારો માટે અત્યારે સુવર્ણ કાળ ચાલી રહ્યો છે. કારણ કે અત્યારે ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં ભરતી બહાર પડી છે.

New Update
govt jobs

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત સ્થાપત્ય મદદનીશ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી આ આર્ટિકલમાં વાંચો.

ગુજરાત સરકારમાં નોકરી મેળવવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારો માટે અત્યારે સુવર્ણ કાળ ચાલી રહ્યો છે. કારણ કે અત્યારે ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં ભરતી બહાર પડી છે. ત્યારે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સરકારી નોકરીના વધુ એક દ્વાર ખોલી દીધા છે. GSSSB દ્વારા સ્થાપત્ય મદદનીશ, વર્ગ-3ની કુલ 21 જગ્યાઓ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત સ્થાપત્ય મદદનીશ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી આ આર્ટિકલમાં વાંચો.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા માર્ગ અને મકાન વિભાગના નિયંત્ર હેઠળના મુખ્ય સ્થપતિ અને નગર નિયોજન કચેરી હસ્તકના સ્થાપત્ય મદદનીશ વર્ગ-3ની ભરતી બહાર પાડી છે. જેની કેટેગરી પ્રમાણેની વિગતો નીચે કોષ્ટકમાં આપેલી છે.

GSSSB ભરતી 2025 માટે શૈક્ષણિક લાયકાત

  • સરકાર માન્ય કોઈપણ યુનિવર્સિટીઓમાંથી આર્કિટેક્ચરમાં સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ.
  • કમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન ધરાવતો હોવો જોઈએ; અને
  • ગુજરાતી અથવા હિન્દી અથવા બંનેનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.
  • પોતાની નિમણૂક સમયે નવી દિલ્હીની કાઉન્સિલ ઓફ આર્કિટેક્ચરમાં નોંધણી કરાવવી પડશે.

Gujarat Bharti 2025 માટે વય મર્યાદા

  • ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને 35 વર્ષથી વધારે ન હોવી જોઈએ.
  • ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતી નિમયોની જોગવાઈઓ અનુસાર અગાઉથી ગુજરાત સરકારની સેવામાં હોય તેવા ઉમેદવારોની તરફેણમાં ઉપલી વયમર્યાદા હળવી કરી શકાશે.
  • આ ઉપરાંત સરકારના નિયમ પ્રમાણે અનામત કેટેગરીના ઉમેદવારોને ઉપલી વયમર્યાાદમાં છૂટછાટ મળવા પાત્ર રહેશે.

આ ભરતી અંતર્ગત પસંદ પામેલા ઉમેદવારોને પ્રથમ પાંચ વર્ષ પ્રતિમાસ ₹49,600 ના ફિક્સ પગાર મળશે. પાંચ વર્ષ બાદ સેવાઓ સંતોષકારક જણાયેથી સંબંધિત કચેરીમાં સાતમા પગાર પંચના ₹44,900થી ₹1,42,400 (લેવલ-8)ના પગારધોરણમાં નિયમિત નિમણૂક મેળવવા માત્ર થશે.

Latest Stories