Connect Gujarat
શિક્ષણ

ડાંગ જિલ્લામાં ધોરણ-1 ભણાવતા શિક્ષકો માટે બાલવાટિકાની તાલીમ યોજાય...

ગુજરાત રાજ્યની તમામ શાળાઓમાં બાલવાટિકાનો વર્ગ શરૂ કરવામાં આવ્યો છે

ડાંગ જિલ્લામાં ધોરણ-1 ભણાવતા શિક્ષકો માટે બાલવાટિકાની તાલીમ યોજાય...
X

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020માં સૂચવ્યા મુજબ પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ અધ્યયનનો પાયો છે. આથી ચાલુ વર્ષથી ગુજરાત રાજ્યની તમામ શાળાઓમાં બાલવાટિકાનો વર્ગ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં ધોરણ-1 અને આંગણવાડી વચ્ચે એક નવો વર્ગ એટલે બાલવાટિકા. બાલવાટિકા શરું થવાથી ત્યાર પછીના જે તે ધોરણોનું વિષયવસ્તુ સમજવા બાળક પરિપક્વ થશે. બાલવાટિકાનો અભ્યાસક્રમ બહુસ્તરીય, બહુઆયામી અને લચિલો છે. બાળકોને ગમ્મત સાથે જ્ઞાન આપવાનું, તથા રમતા રમતા શીખે તે સિદ્ધાંત આધારિત પાઠ્યપુસ્તક તૈયાર કરાયા છે.

જેમાં શિક્ષકો માટે શિક્ષક માર્ગદર્શિકા, અને વિધાર્થીઓ માટે વિધાર્થી પ્રવૃત્તિ ભાગ-1 (પ્રથમ સત્ર ), અને ભાગ-2 (દ્વિતીય સત્ર) છે, ત્યારે આ નવા પાઠ્ય પુસ્તકોની મેથોડોલોજી તથા માસવાર કામગીરીનું આયોજન, દૈનિક અને સપ્તાહ મુજબની શૈક્ષણિક પ્રવૃત્તિઓ, અભ્યાસક્રમ આધારિત અધ્યયન નિષ્પત્તિ, તથા મૂલ્યાંકન વિગેરે બાબતો આધારિત, ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (જીસીઈઆરટી) દ્વારા રાજ્યભરના શિક્ષકોને તાલીમ આપવા માટે ગાંધીનગર ખાતે માસ્ટર ટેનર્સ તૈયાર કરવામાં આવ્યા છે. અહીં મળેલ માર્ગદર્શન મુજબ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-વઘઈ દ્વારા, ડાંગ જિલ્લાની તમામ 378 પ્રાથમિક શાળાઓનાં ધોરણ-1 ભણાવતા શિક્ષકોને 3 દિવસ, ડાયેટ-વઘઈ, આહવા, સુબીર, પિપલદહાડ, લવચાવી, ચીખલી, અને મહાલપાડા ખાતે 10 વર્ગોમાં તાલીમ આપવામાં આવી હતી.

Next Story