ભરૂચ: રાજ્યમાં 400 જ્ઞાનસેતુ ડે સ્કૂલ શરુ કરાશે, શિક્ષણના સ્તરમાં સુધારો લાવવા પ્રયાસ

શિક્ષણનું સ્તર સુધારવા ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.રાજ્યમાં ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે જ્ઞાનસેતુ ડે સ્કૂલ શરુ કરવામાં આવશે.

New Update
ભરૂચ: રાજ્યમાં 400 જ્ઞાનસેતુ ડે સ્કૂલ શરુ કરાશે, શિક્ષણના સ્તરમાં સુધારો લાવવા પ્રયાસ

શિક્ષણનું સ્તર સુધારવા ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.રાજ્યમાં ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે જ્ઞાનસેતુ ડે સ્કૂલ શરુ કરવામાં આવશે. ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણ ખાડે ગયું હોવાના આહેવાલો અવારનવાર આવતા રહે છે.શિક્ષણ ક્ષેત્રની કથળેલી હાલતને કારણે ગુજરાત સરકાર ટીકાનો સામનો કરી રહી છે. એવામાં શિક્ષણનું સ્તર સુધારવા ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.રાજ્યમાં ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે જ્ઞાનસેતુ ડે સ્કૂલ શરુ કરવામાં આવશે.

પહેલા તબક્કામાં રાજ્યમાં 400 જેટલી આવી સ્કૂલો શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.સરકારનો જ્ઞાન સેતુ શાળાઓનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યની સરકારી અને ગ્રાન્ટ એડ શાળામાં ભણતા તેજસ્વી વિદ્યાર્થીઓને ગુણવત્તા યુક્ત શિક્ષણ પ્રદાન કરવાનો છે. દરેક તાલુકામાં એક તેમજ મહાનગરપાલિકા વિસ્તારમાં ઓછામાં ઓછી એક જ્ઞાનસેતુ ડે સ્કૂલ શરૂ કરવા માટેની તૈયારી રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે.

આ બાબતે ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી કે.એફ.વસાવાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજનાનો લાભ સરકારી, અર્ધસરકારી, ગ્રાન્ટેબલ ,પ્રાઇવેટ સ્કુલો લઈ શકશે.સરકાર દ્વારા મુકવામાં આવેલી આ યોજનામાં જો કોઈ ખાનગી શાળામાં તમામ શિક્ષણ નીતિઓ પ્રમાણેની સુવિધા હશે તોએ સ્કૂલો આ યોજનાનો લાભ લઇ શકશે.રાજ્ય સરકારની શિક્ષણ નીતિથી ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ સાથે શિક્ષણ સ્તરમાં સુધારો થશે.

Latest Stories