Connect Gujarat
શિક્ષણ

ભરૂચ : વિદ્યાર્થીઓને ડાયરેક્ટ-હાઇબ્રિડ ક્લાસિસ ઓફર કરવા આકાશ બાયજુશ પ્રથમ સેન્ટર શરૂ કરવા સજ્જ

સ્ટેશન રોડ ઉપર સિટી સેન્ટરમાં બી’ બ્લોકના બીજા માળે દુકાન નં. 201થી 209 ખાતે 7600 ચોરસફૂટ વિસ્તારમાં આ સેન્ટર આકાર લઇ રહ્યું છે.

ભરૂચ : વિદ્યાર્થીઓને ડાયરેક્ટ-હાઇબ્રિડ ક્લાસિસ ઓફર કરવા આકાશ બાયજુશ પ્રથમ સેન્ટર શરૂ કરવા સજ્જ
X

ભારતમાં પરિક્ષાની તૈયારી સંબંધિત સેવાઓમાં અગ્રણી આકાશ બાયજુશ ગુજરાતમાં ભરૂચ શહેરમાં તેના નીટ, આઇઆઇટી, જેઇઇ અને ફાઉન્ડેશન કોર્સિસની વધતી માગને પૂર્ણ કરવા માટે તેનું પ્રથમ ક્લાસરૂમ સેન્ટર શરૂ કરવા માટે સજ્જ છે. તેનાથી આકાશ બાયજૂસના સમગ્ર ભારતમાં સેન્ટર્સના નેટવર્કમાં વધુ ઉમેરો થશે. હાલમાં દેશના 24 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં તેના 295થી વધુ સેન્ટર્સ છે, જે વિદ્યાર્થીઓના ઘરની નજીક જ સ્ટાન્ડર્ડાઇઝ્ડ કોચિંગ સેવાઓ પ્રદાન કરવાની સંસ્થાની કટીબદ્ધતા દર્શાવે છે.

ભરૂચમાં સ્ટેશન રોડ ઉપર સિટી સેન્ટરમાં બી' બ્લોકના બીજા માળે દુકાન નં. 201થી 209 ખાતે 7600 ચોરસફૂટ વિસ્તારમાં આ સેન્ટર આકાર લઇ રહ્યું છે. તેમાં 11 ક્લાસરૂમ રહેશે તથા 1500થી વધુ વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ ક્લાસિસ ઓફર કરી શકે છે. કનેક્ટેડ અને સ્માર્ટ ક્લાસરૂમની વિશેષતાઓ સાથે આ સેન્ટર તેના હાઇબ્રિડ કોર્સિસ માટે પણ વિદ્યાર્થીઓને અભ્યાસનો અનુકૂળ અનુભવ પૂરો પાડી શકે છે. જોકે, ભરૂચમાં નવા સેન્ટરના લોંચ અંગે પ્રતિક્રિયા આપતાં આકાશ બાયજૂસના મેનેજિંગ ડાયરેક્ટર આકાશ ચૌધરીએ જણાવ્યું હતું કે, અમે ભરૂચમાં પ્રવેશ કરતાં ઉત્સાહિત છીએ, જે હજારો નીટ,જેઇઇ અને ઓલમ્પિયાડ ઉમેદવારોનું ઘર છે તેમજ અમારી કોચિંગ સેવાઓનું મૂલ્ય સમજીને તેને પ્રાપ્ત કરવા ઇચ્છે છે. આકાશ બાયજુશખાતે અમે વિદ્યાર્થી-કેન્દ્રિત શિક્ષણને પ્રોત્સાહન આપવામાં વિશ્વાસ કરીએ છીએ, જેનો મતલબ તેમના ઘરની નજીક તેમની ઇચ્છાઓ અનુરૂપ શિક્ષણ પૂરું પાડવું. અમારી મુખ્ય વિશેષતા અભ્યાસક્રમની ગુણવત્તા ઉપરાંત તેની ડિલિવરી પણ છે, જે ઓનલાઇન અને ઓફલાઇન માધ્યમ વચ્ચે સંતુલિત છે. ટૂંકમાં, અમે રિયલ અને વર્ચ્યુલ માધ્યમથી ઉત્તમ સેવાઓ ઓફર કરવા માગીએ છીએ, જેથી અમારા વિદ્યાર્થીઓના અભ્યાસના અનુભવો અને પરિણામોમાં સુધાર કરી શકાય તથા તેઓ તેમના શૈક્ષણિક સપનાને સાકાર કરી શકે. ભરૂચમાં શરૂ થનાર આકાશ બાયજુશથી હવે જિલ્લાના વિદ્યાર્થીઓને તેમના ઘરની પાસે ડાયરેક્ટ સેન્ટરથી ઘણાં લાભો થશે, જ્યાં તેઓ વિશ્વસ્તરીય કોચિંગ મેળવી શકશે તથા તેમણે કોચિંગ માટે માતા-પિતા અને પરિવારથી દૂર રહીને મોટા શહેરોમાં જવું પડશે નહીં.

Next Story