ભરૂચ : બી.ઈ.એસ.યુનિયન સ્કૂલમાં બોર્ડના વિદ્યાર્થીઓને પરીક્ષાની હોલ ટિકિટ આપવામાં ન આવતા વિવાદ છંછેડાયો

બોર્ડ પરીક્ષાના વિદ્યાર્થીઓ અને સ્કૂલ મેનેજમેન્ટ વચ્ચે હોલ ટિકિટ બાબતે વિવાદ છંછેડયો હતો.જોકે જિલ્લા શિક્ષણાધિકારીએ મધ્યસ્થી કરતા મામલો થાળે પડ્યો

New Update
  • બી.ઈ.એસ.યુનિયન સ્કૂલમાં સર્જાયો વિવાદ

  • વિદ્યાર્થીઓને પરીક્ષાની હોલ ટિકિટ ન આપતા વિવાદ

  • સ્કૂલમાં ઓછી હાજરી હોવાથી વિદ્યાર્થીઓને હોલ ટિકિટ ન આપી

  • વિદ્યાર્થીઓને હોલ ટિકિટ ન મળતા વાલીઓમાં રોષ

  • જિલ્લા શિક્ષણાધિકારીએ મધ્યસ્થી કરતા મામલો શાંત પડ્યો   

Advertisment

ભરૂચની બી.ઈ.એસ.યુનિયન સ્કૂલમાં બોર્ડ પરીક્ષાના વિદ્યાર્થીઓ અને સ્કૂલ મેનેજમેન્ટ વચ્ચે હોલ ટિકિટ બાબતે વિવાદ છંછેડયો હતો.જોકે જિલ્લા શિક્ષણાધિકારીએ મધ્યસ્થી કરતા મામલો થાળે પડ્યો હતો.

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવનાર બોર્ડ પરીક્ષાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે,ત્યારે સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષાની હોલ ટિકિટ આપવામાં આવી રહી છે,જોકે ભરૂચની બી.ઈ.એસ.યુનિયન સ્કૂલમાં બોર્ડ પરીક્ષાના વિદ્યાર્થીઓ અને સ્કૂલ મેનેજમેન્ટ વચ્ચે હોલ ટિકિટ બાબતે વિવાદ છંછેડયો હતો.

શાળામાં અનિયમિત આવતા અને ઓછી હાજરી ધરાવતા વિદ્યાર્થીઓને સ્કૂલ દ્વારા બોર્ડ પરીક્ષાની હોલ ટિકિટ આપવામાં આવી નહતી,જેના કારણે વિદ્યાર્થીઓના વાલીઓ અને સ્કૂલ મેનેજમેન્ટ વચ્ચે વિવાદ છંછેડાયો હતો,જોકે ઘટના અંગે જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતીબા રાઉલને કરવામાં આવતા તેઓએ બી.ઈ.એસ.સ્કૂલ ખાતે દોડી આવ્યા હતા,અને તેમની મધ્યસ્થી બાદ સ્કૂલ દ્વારા બોર્ડ પરીક્ષાના વિદ્યાર્થીઓને પરીક્ષાની હોલ ટિકિટ આપવામાં આવી હતી,અને મામલો થાળે પડ્યો હતો.આ તબક્કે જિલ્લા શિક્ષણાધિકારીએ વિદ્યાર્થીઓને નિયમિત શાળામાં મોકલવા માટે વાલીઓને પણ અપીલ કરી હતી.

Advertisment
Latest Stories