New Update
/connect-gujarat/media/post_banners/ccef88b0e7e87375b15ca26a626edf9a143ba9ec5e0e05feb62d261c999e43ca.jpg)
ભરૂચના મકતમપુર ખાતે આવેલા નવસારી કૃષિ યુનિવર્સિટીના ડીન અને આચાર્ય ડૉ.કે.જી.પટેલના વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચમાં મકતમપુર ખાતે આવેલ નવસારી કૃષિ યુનિવર્સિટીના ડીન અને આચાર્ય ડૉ. કે.જી.પટેલ વાય મર્યાદાના કારણે નિવૃત્ત થતાં આજરોજ તેમના વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કૃષિ યુનિવર્સિટીના કર્મચારીઓ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને નિવૃત્ત થયેલ આચાર્યને ભાવભીની વિદાય આપી તેઓ સાથેના સંસ્મરણો વાગોળ્યા હતા.