ભરૂચ : નેત્રંગ તાલુકાના પુનપુજીયા પ્રા.શાળામાં વરસાદી પાણી ભરાયા

 શાળાના ઓરડામાં ઘુંટણસમા પાણી ભરાતા ભારે ગંદકી-કાદવ કિચડના કારણે દુર્ગંધ ફેલાતા વિદ્યાર્થીઓ સહિત સ્થાનિક રહીશો રોગચાળાની ઝપેટમાં સપડાય જવાની ભીતિ સેવાઇ રહી છે.

New Update
પુંજપુંજીયા પ્રા.શાળા

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના પુનપુજીયા ગમે વરસાદી માહોલ વચ્ચે પ્રાથમિક શાળામાં પાણી ભરાય જતાં કાદવ-કિચડનું સામ્રાજ્ય સર્જાતા વિદ્યાર્થીઓના ભણતરને સીધી અસર પહોચી રહી છે.

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં મેધરાજા ધમાકેદાર બેટિંગ કરતાં નીચાણવાળા અનેક વિસ્તારો વરસાદી પાણી ફળી વળ્યા હતા. નદી-નાળાતળાવ અને ચેકડેમમાં નવા વરસાદી પાણીના નીર આવતા સર્વત્ર જળ બંબાકારની પરિસ્થિતી ઉદભવી હતી. નેત્રંગ તાલુકાના પછાત વિસ્તારમાં પુનપુજીયા પ્રાથમિક શાળામાં વરસાદી પાણી ભરતા ભારે દોડધામ મચી જવા પામી હતી.

 શાળાના ઓરડામાં ઘુંટણસમા પાણી ભરાતા ભારે ગંદકી-કાદવ કિચડના કારણે દુર્ગંધ ફેલાતા વિદ્યાર્થીઓ સહિત સ્થાનિક રહીશો રોગચાળાની ઝપેટમાં સપડાય જવાની ભીતિ સેવાઇ રહી છે. તો બીજી તરફવરસાદી પાણીના નીર ઉતરશે પછી જ શૌક્ષણિક કર્યા શરૂ થશે તેવું પણ લોકમુખે જાણવા મળ્યું હતું.

Latest Stories