જે.પી.કોલેજ ખાતે શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું
તાલુકા-જિલ્લા કક્ષાનો પારિતોષિક સમારોહ-2024 યોજાયો
ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખ વસાવાની પ્રેરક ઉપસ્થિતિ
પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પણ પ્રમાણપત્ર એનાયત કરાયા
100% પરિણામ ધરાવતી સરકારી-ગ્રાન્ટેડ શાળાનું સન્માન
ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખ વસાવાની પ્રેરક ઉપસ્થિતિમાં ભરૂચ શહેરની જે.પી.કોલેજ ખાતે તાલુકા અને જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારોહ-2024નું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પ્રેરિત ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી દ્વારા આયોજિત ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજ્યંતિ શિક્ષક દિન નિમિત્તે તા. 5મી સપ્ટેમ્બરના સ્વામી અતુલાનંદનજી ઓડિટોરિયમ, જે.પી.આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ભરૂચ ખાતે ભરૂચ તાલુકા-જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારોહ-2024 કાર્યક્રમનું આયોજન ભરૂચના સાંસદ મનસુખ વસાવાની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું.
જેમાં તાલુકા અને જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવા સાથે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત, 100% પરિણામ ધરાવતી સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન સંજયસિંહ સિંધા, જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઉલ સહિત શૈક્ષણિક સંસ્થાઓના હોદ્દેદારો અને શિક્ષકો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.