ભરૂચ: એસ.આર.એફ ફાઉન્ડેશન દ્વારા જૂના નેત્રંગ ખાતે તાલુકા કક્ષાની શૈક્ષણિક સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યું

એસ.આર.એફ ફાઉન્ડેશન દ્વારા શૈક્ષણિક સ્પર્ધાનું પ્રાથમિક શાળા જુના નેત્રંગ ખાતે અયોજન કરવામાં આવ્યું

ભરૂચ: એસ.આર.એફ ફાઉન્ડેશન દ્વારા જૂના નેત્રંગ ખાતે તાલુકા કક્ષાની શૈક્ષણિક સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યું
New Update

ભરૂચ જિલ્લાના નેત્રંગ એસ.આર.એફ ફાઉન્ડેશન દ્વારા શૈક્ષણિક સ્પર્ધાનું પ્રાથમિક શાળા જુના નેત્રંગ ખાતે અયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 19 ગામોની 19 શાળાના 456 બાળકો અને 38 શિક્ષકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં પ્રાથમિક અને ઉચ્ચતર પ્રાથમિક શાળાના બાળકો માટે વિવિધ પ્રકારની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.આ શૈક્ષણિક સ્પર્ધાનો શુભારંભ મુખ્ય અથિતિ સંજયસિંહ સિંધા ભરૂચ જિલ્લા શિક્ષણ સમિતિ ચૈરમેન અને નેત્રંગ તાલુકા વિકાસ અધિકારી સુહેલ પટેલના હસ્તે કરવામા આવ્યુ હતું અને વિશેષ અતિથિગણ જિલ્લા અને તાલુકાથી પધારેલ અથિતિ તેમજ શાળાના આચર્યો તેમજ શિક્ષકો અને શાળાના બાળકો ઉપસ્થિતિ રહ્યા હતા

આ તાલુકા સ્તર પર વિવિધ સ્પર્ધાઓ અને અલગ અલગ વિષય ઉપર લેખન સ્પર્ધા, કવ્ય સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, ક્વિઝ સ્પર્ધા, વક્તવ્ય સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધા દરેક શાળામાથી પહેલા ક્ર્મ આવેલ વિધ્યાર્થી અને વિધ્યાર્થીનીઓએ ભાગ લિધો હતો જેમા દરેક સ્પર્ધામા 38 વિધ્યાર્થીએ ભાગ લિધો હત્તો વિજેતા બાળકોને ઇનામ અને પ્રમાણપત્ર નેત્રંગ તાલુકાના પ્રમુખ વશુધાબેન વસવા અને મહેમાનો દ્વારા આપવામાં આવ્યુ અને બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. હતા.મૌજ શાળાના બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. જિલ્લા શિક્ષણ ચૈરમેન, ભરુચ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે એસ. આર. એફ ફાઉન્ડેશન આવા કાર્યક્રમો બાળકોને પ્રોત્સાહિત કરે છે અને શૈક્ષણિક કાર્ય કરવામાં મદદ કરે છે.

#Bharuch #GujaratConnect #Netrang News #એસ.આર.એફ ફાઉન્ડેશન #શૈક્ષણિક સ્પર્ધા #SRF Foundation #Educational Competition
Here are a few more articles:
Read the Next Article