ભરૂચ : UPLના ઉપાધ્યક્ષ સાન્દ્રા શ્રોફના હસ્તે દીકરીને સન્માનિત કરાતાં શર્મા પરિવારમાં ખુશીનો માહોલ...

રીયા શર્માને ઉપસ્થિત UPLના ઉપાધ્યક્ષ સાન્દ્રા શ્રોફના હસ્તે ગોલ્ડ મેડલ તેમજ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ડિગ્રી મેળવનારા 92 અનુસ્નાતક વિદ્યાર્થીઓ માટે એક ગર્વની ક્ષણ પણ હતી

New Update

અંકલેશ્વર AIA હોલ ખાતે UPL યુનિ.નો દીક્ષાંત સમારોહ

સમારોહમાં 340થી વધુ સ્નાતકોની સિદ્ધિઓની ઉજવણી

ભરૂચની દીકરીને પણ ગોલ્ડ મેડલથી સન્માનિત કરાય

UPLના ઉપાધ્યક્ષ સાન્દ્રા શ્રોફના હસ્તે સન્માનિત કરાય

પોતાની દીકરીનું સન્માન થતાં પરિવારમાં ખુશીનો માહોલ

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર AIA હોલ ખાતે UPL યુનિવર્સિટી દ્વારા દીક્ષાંત સમારોહમાં 340થી વધુ સ્નાતકોની સિદ્ધિઓની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ભરૂચની દીકરીને પણ ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવતા પરિવારમાં ખુશીનો માહોલ જોવ મળી રહ્યો છે.

 જૂન 2021માં સ્થપાયેલી UPL યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેક્નોલોજી પ્રતિબદ્ધતાની દીવાદાંડી તરીકે ઉભી છેઅને રાસાયણિક ટેકનોલોજીપર્યાવરણીય વિજ્ઞાન અને સસ્ટેનેબલ ઇનોવેશન જેવા ક્ષેત્રોમાં વિવિધ અભ્યાસક્રમો ચલાવે છે. અંકલેશ્વર સ્થિત AIA હોલ ખાતે UPL યુનિવર્સીટી દ્વારા સેકન્ડ કોન્વોકેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં 340થી વધુ સ્નાતકોની સિદ્ધિઓની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ભરૂચના ઝાડેશ્વર રોડ પર જ્યોતિનગર નજીક રહેતી શર્મા પરિવારની દીકરી રીયા શર્માને પણ માસ્ટર ઓફ એનવાયરમેન્ટલ મેનેજમેન્ટમાં ડિગ્રી મેળવતા ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો હતો. પોતાની દીકરીને પણ ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવતા શર્મા પરિવારમાં ખુશીનો માહોલ જોવ મળી રહ્યો છે.

રીયા શર્માને ઉપસ્થિત UPLના ઉપાધ્યક્ષ સાન્દ્રા શ્રોફના હસ્તે ગોલ્ડ મેડલ તેમજ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ડિગ્રી મેળવનારા 92 અનુસ્નાતક વિદ્યાર્થીઓ માટે એક ગર્વની ક્ષણ પણ હતીઅને હાલમાં યુનિવર્સિટીમાં તેમના સંશોધન કરી રહેલા 70થી વધુ પીએચડી સંશોધનકારોના યોગદાનની નોંધ લેવામાં આવી હતી.

આયોજીત કાર્યક્રમમાં UPLના ઉપાધ્યક્ષ સાન્દ્રા શ્રોફજીઆરપી લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર રાજેન્દ્ર ગાંધી અને UPL યુનિવર્સિટીના પ્રમુખ અશોક પંજવાણીરોટરી ક્લબના પ્રમુખ સુનિલ નેવે તેમજ ગવર્નિંગ બોડીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

 

Latest Stories