ભરૂચ: બોર્ડની પરીક્ષાની સમાંતર મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો પર ઉત્તરવહીની ચકાસણી શરૂ, કુલ 13 મુલ્યાંકન કેન્દ્રો ફળવાયા

ભરૂચ જિલ્લામાં પરીક્ષા પૂર્ણ થયા બાદ 11મી માર્ચના રોજથી ભરૂચ જિલ્લામાં કુલ 6 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો ખાતે ઉત્તરવહીની ચકાસણી કરવામાં આવી રહી છે

New Update
  • ભરૂચમાં ધોરણ 10 બોર્ડની પરીક્ષા પૂર્ણ

  • 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા પૂર્ણતાના આરે

  • ઉત્તરવહી ચકાસણીની કામગીરી શરૂ કરાય

  • 12 મધ્યસ્થ મુલ્યાંકન કેન્દ્રો ફાળવાયા

  • વિદ્યાર્થીઓને સમયસર પરિણામ મળે એવા પ્રયાસ 

Advertisment
ભરૂચ જિલ્લામાં ધોરણ 10 બોર્ડની પરીક્ષાઓ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતા હવે મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો ખાતે ઉત્તરવહીની ચકાસણી શરૂ કરવામાં આવી છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ માસમાં ધોરણ 10ની પરીક્ષા લેવામાં આવી હતી જે ભરૂચ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં સંપૂર્ણ થઈ હતી.
ભરૂચ જિલ્લામાં 32 પરીક્ષા કેન્દ્રના 84 બિલ્ડિંગમાં આ પરીક્ષા યોજાઈ હતી જેમાં વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી હતી.પરીક્ષા પૂર્ણ થયા બાદ 11મી માર્ચના રોજથી ભરૂચ જિલ્લામાં કુલ 6 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો ખાતે ઉત્તરવહીની ચકાસણી કરવામાં આવી રહી છે. આ અંગે ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિ બા રાઓલે જણાવ્યું હતું કે 105 શિક્ષકો દ્વારા 1,20,000 જેટલી ઉત્તરવહીની ચકાસણી કરવામાં આવશે.
આ તરફ ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટે 5 અને વિજ્ઞાન પ્રવાહ માટે 2 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે.વિદ્યાર્થીઓને સમયસર પરિણામ મળી રહે એ હેતુથી શિક્ષણ બોર્ડ દ્વારા આ અભિગમ અપનાવવામાં આવ્યો છે.
Advertisment
Latest Stories