/connect-gujarat/media/post_banners/ef07da1ef848903296ff9205ab581aedb451a368de9ee7eefed7ee6e35ea61ff.jpg)
વાગરાના પણયાદરા પ્રાથમિક શાળા ખાતે આયોજન
વિદ્યાર્થીઓ માટે રોલપ્લે અને લોક નૃત્ય સ્પર્ધા યોજાય
વિદ્યાર્થીઓએ અવ્વલ આવી જિલ્લાનું ગૌરવ વધાર્યું
NCRT નવી દિલ્હીના NPF દ્વારા અંતરિયા વિસ્તારની સરકારી શાળાના બાળકોમાં જીવન કોશલ્યોના વિકાસ માટે પ્રયોગાત્મક અનુભવો દ્વારા શાળામાં શિક્ષણનું અસરકારક વાતાવરણ પૂરું પાડવા માટે ધોરણ-9ના વિદ્યાર્થીઓ માટે રોલ-પ્લે અને લોક નૃત્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં જિલ્લા કક્ષા, ઝોન કક્ષા, રાજ્ય કક્ષા અને રાષ્ટ્રીય કક્ષા સુધી પહોંચાડવાની બાળકોને તક મળે છે
ત્યારે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના છેવાડાના વિસ્તારમાં આવેલ પણયાદરા ગામની સરકારી માધ્યમિક શાળાના ધોરણ 9ના વિદ્યાર્થીઓએ સ્પર્ધામાં ભાગ લઈ જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમ મેળવ્યો હતો. ત્યારબાદ તા. ૧૪-૧૨-૨૩ના રોજ ઝોન લેવલે ભરૂચ જિલ્લાનું ગૌરવ વધારી પ્રથમ ક્રમ મેળવ્યો હતો. ત્યારબાદ દક્ષિણ ઝોનનું પ્રતિનિધિ કરવા પણયાદરા ટીમ તા. ૧૮-૧૨-૨૩ના રોજ ગોધરા મુકામે યોજાયેલ રાજ્ય કશાની સ્પર્ધામાં ભાગ લઇ રાજયકક્ષાએ પ્રથમ ક્રમ મેળવી સમગ્ર ગુજરાત રાજ્યમાં ગોરવ વધાર્યું છે.