ટેટના ઉમેદવારો માટે મોટા સમાચાર,આવેદન પત્ર અને ફી ભરવાની તારીખ લંબાઈ

ટેટ 2ના ઉમેદવારો માટે સારા સમાચાર સામે આવ્યા છે. પરીક્ષા માટેના ફોર્મ ભરવાની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે.

ટેટના ઉમેદવારો માટે મોટા સમાચાર,આવેદન પત્ર અને ફી ભરવાની તારીખ લંબાઈ
New Update

ટેટ 2ના ઉમેદવારો માટે સારા સમાચાર સામે આવ્યા છે. પરીક્ષા માટેના ફોર્મ ભરવાની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે. અગાઉ એકવાર ઉમેદવાર માટે આવેદન કરવાની તારીખ લંબાવાયા બાદ હવે ફરી એકવાર તારીખ લંબાવાઈ છે. જેથી ઉમેદવાર હવે 15 જાન્યુઆરી સુધી ટેટ 2ની પરીક્ષામાં આવેદન પત્ર અને ફી ભરી શકાશે.રાજ્યના ટેટ 2ના ઉમેદવારો માટે આવેદન પત્ર અને ફી ભરવાની તારીખ ફરી એકવાર લંબાવવામાં આવી છે. વાત જાણે એમ છે કે, પ્રથમ વાર ફોર્મ ભરવાની તારીખ 5 ડિસેમ્બર હતી હતી જેને લંબાવી 31 ડિસેમ્બર કરાઇ હતી. આ તરફ હવે આજે એટલે કે 31 ડિસેમ્બરે ફરી એકવાર આવેદન કરવાની તારીખ લંબાવી 15 જાન્યુઆરી કરવામાં આવી છે. અગાઉ 17 ઓક્ટોબર ના રોજ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું.18 ઓક્ટોબરના રોજ વર્તમાન પત્રોમાં કસોટી ની જાહેરાત પ્રસિદ્ધ થઈ હતી. ઉમેદવારો 21 ઓક્ટોબર, 2022થી 5 ડિસેમ્બર, 2022 સુધી ઓનલાઇન ફોર્મ ભરવાની મુદત અપાઈ હતી જે વધારવામાં આવી હતી. અગાઉ 31 ડિસેમ્બર સુધી ઉમેદવારોએ ફોર્મ ભરી દેવાના હતા. પરીક્ષા ની સંભવિત તારીખ પણ આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અમે જાહેર કરાશે. આ પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ લેવામાં આવશે.

#Gujarat #Connect Gujarat #BeyondJustNews #Surat #Big news #Application Form #Tet candidates #fee payment
Here are a few more articles:
Read the Next Article