બોટાદ: ગઢડાના પીપળીયા ગામની પ્રાથમિક શાળામાં સતત 3 દિવસથી શિક્ષણ કાર્ય ઠપ્પ, આચાર્યની બદલી કરવા ગ્રામજનોની માંગ

શાળાનાં આચાર્યની બદલી નહિ થાય ત્યાં સુધી બાળકોને શિક્ષણ કાર્યથી અળગા રાખવાનો ગ્રામજનોએ નિર્ણય કર્યો છે ત્યારે જોવું રહ્યું કે આ વિવાદનો અંત ક્યારે આવે છે

New Update

બોટાદના ગઢડા તાલુકાનો બનાવ

પીપળીયા ગામની શાળાને કરાય હતી તાળાબંધી

ત્રણ દિવસથી શિક્ષણ કાર્ય બંધ

ગ્રામજનોએ આચાર્યની બદલીની કરી માંગ

બાળકોના શિક્ષણ પર અસર

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના પીપળીયા ગામના ગ્રામજનોએ શાળાના આચાર્યની બદલીની માંગ સાથે શરૂ કરેલ આંદોલન સતત ત્રીજા દિવસે પણ યથાવત રહેતા બાળકોના શિક્ષણ કાર્ય પર અસર થઈ રહી છે
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના પીપળીયા ગામના ગ્રામજનોએ પ્રાથમિક શાળાના આચાર્યની બદલીની માંગ સાથે શાળાને તાળાબંધી કરી હતી જે મામલે આજે ત્રીજા દિવસે પણ પોતાના બાળકોને શિક્ષણ કાર્યથી અળગા રાખી શિક્ષણનો બહિષ્કાર કરવામાં આવતા આજે ત્રીજા દિવસે પણ બાળકો શિક્ષણ કાર્ય બગડ્યુ હતું.પીપળીયા ગામમાં ધો. 1 થી 8 સુધી કાર્યરત પ્રાથમિક શાળામાં 354 જેટલા વિધાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.
તેમજ શાળામાં શિક્ષક સ્ટાફ પણ પૂરતો છે. પરંતુ આ શાળાનાં આચાર્ય અને શિક્ષકો દ્વારા વિધાર્થીઓને પુરતો અભ્યાસ નહી કરાવતા શિક્ષણ કાર્ય એકદમ નબળું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.શાળાનાં આચાર્યની બદલી નહિ થાય ત્યાં સુધી બાળકોને શિક્ષણ કાર્યથી અળગા રાખવાનો ગ્રામજનોએ નિર્ણય કર્યો છે ત્યારે જોવું રહ્યું કે આ વિવાદનો અંત ક્યારે આવે છે
Latest Stories