CBSE બોર્ડ ધોરણ 12નું પરિણામ જાહેર, 88.39 ટકા વિદ્યાર્થીઓ થયા ઉતીર્ણ

આ વર્ષે CBSE એ 7,842 પરીક્ષા કેન્દ્રો અને 26 આંતરરાષ્ટ્રીય સ્થળોએ બોર્ડ પરીક્ષાઓનું આયોજન કર્યું હતું. જેમાં 42 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી

New Update
CBSE Result 2025

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે.CBSEએ સત્તાવાર વેબસાઇટ results.cbse.nic.in પર પરિણામ જાહેર કર્યું છે.આ વર્ષે ધોરણ 12નું 89.39 ટકા પરિણામ નોંધાયું છે. ગત વર્ષે CBSE ધોરણ 12નું પરિણામ 87.9 ટકા નોંધાયું હતું. જેમાં આ વર્ષે વધારો નોંધાયો છે.

આ વર્ષે CBSE એ 7,842 પરીક્ષા કેન્દ્રો અને 26 આંતરરાષ્ટ્રીય સ્થળોએ બોર્ડ પરીક્ષાઓનું આયોજન કર્યું હતું. જેમાં 42 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતીજેમાંથી 24.12 લાખ વિદ્યાર્થીઓ ધોરણ 10ના અને 17.88 લાખ વિદ્યાર્થીઓ ધોરણ 12ના હતા. ધોરણ 10ની પરીક્ષાઓ 15 ફેબ્રુઆરીથી 18 માર્ચ2025 દરમિયાન લેવામાં આવી હતી. ધોરણ 12ના પેપર 4 એપ્રિલ2025ના રોજ પૂર્ણ થયા હતા. બધી શાળાઓએ 14 ફેબ્રુઆરી સુધીમાં પ્રેક્ટિકલ માર્ક્સ સબમિટ કરી દીધા હતા.

CBSE બોર્ડના 12 ધોરણના પરિણામમાં ટકાવારી વિશે વાત કરીએ તો,આ વર્ષે પણ છોકરીઓએ બાજી મારી છે.છોકરીઓની પાસ થવાની ટકાવારી 91.64% છેજ્યારે છોકરાઓની ટકાવારી 85.70% છે અને ટ્રાન્સજેન્ડરોની પાસ થવાની ટકાવારી 100% છે. આ વર્ષનું પરિણામ 2024 કરતા સારું રહ્યું છે. છોકરીઓની પાસ થવાની ટકાવારી છોકરાઓ કરતા 5.94% વધુ છે.

Latest Stories