CBSEનું ધોરણ 10 અને 12 બોર્ડનું પરિણામ જાહેર, ધોરણ 10નું 93.60 ટકા તો ધોરણ 12નું 87.98 ટકા પરિણામ

GSEB (ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ)ના પરિણામ બાદ આજરોજ 13 મે, 2024ના CBSEનું પરિણામ જાહેર થયું છે.

New Update
CBSEનું ધોરણ 10 અને 12 બોર્ડનું પરિણામ જાહેર, ધોરણ 10નું 93.60 ટકા તો ધોરણ 12નું 87.98 ટકા પરિણામ

GSEB (ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ)ના પરિણામ બાદ આજરોજ 13 મે, 2024ના CBSEનું પરિણામ જાહેર થયું છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન બોર્ડનું ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું છે. જેમાં ધો.10નું 93.60% અને ધો. 12માં 87.98% પરિણામ આવ્યું છે. 15 ફેબ્રુઆરીથી 13 માર્ચ સુધી પરીક્ષા યોજાઈ હતી. દેશના અંદાજિત 35 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ પરિણામ વિદ્યાર્થીઓ CBSEની વેબસાઇટ પરથી જાણી શકશે.

આ વર્ષે એટલે કે, 2024નું CBSEનું 87.98% પરિણામ આવ્યું છે. ધોરણ 12માં 24,000થી વધુ વિદ્યાર્થીએ 95 ટકા તો 1.16 લાખથી વધુ વિદ્યાર્થીઓ 90 ટકા મેળવ્યા છે. આ પરિણામમાં છોકરીઓએ 6.40 ટકાથી વધુ પોઈન્ટ્સથી છોકરાઓને પાછળ છોડી દીધા છે. 91 ટકાથી વધુ છોકરીઓએ પરીક્ષા પાસ કરી છે.

Latest Stories