Connect Gujarat
શિક્ષણ

અંકલેશ્વર : CM Academyની મનમાની, વાલીઓનો આક્ષેપ 'અહિયાં બાળકોને ભણાવતા નહિ..

ચંદરબાલા મોદી એકેડમી સામે વાલીઓ આટલી હદે પરેશાન છે કે ચંદરબાલા મોદી એકેડમીમાં બાળકોને ભણાવવા નહીં બીજી ઘણી બધી સ્કૂલો છે.તેવું કહી રહ્યા છે..

X

અંકલેશ્વર વાલિયા રોડ સ્થિત ચંદરબાલા મોદી એકેડમી દ્વારા વિદ્યાર્થીઓની ફીને મુદ્દે વાલીઓને હેરાન કરવામાં આવી રહ્યા હોવાના વાલીઓ આક્ષેપ કરી રહ્યા છે.અંકલેશ્વર શહેરની વાલિયા રોડ પર આવેલ ચંદરબાલા મોદી એકેડમી પરેશાન કરી રહી હોવાનાં વાલીઓ આક્ષેપ કરી રહ્યા છે. માતપિતા પોતાના બાળકોને શ્રેષ્ઠ જ્ઞાન આપવા માંગતા હોય છે ત્યારે શાળા મેનેજમેંટ પોતાની મનમાની ચલાવી વિધાર્થીઓ સહિત તેમના માતા પિતાને હેરાન પરેશાન કરતાં હોય છે.

આજરોજ શાળા મેનેજમેન્ટ દ્વારા વાલીઓને મિટિંગનો સમય આપવામાં આવ્યો હતો. જેમાં શાળા તંત્ર દ્વારા વાલીઓને પ્રવેશ ન આપી દરવાજો બંધ કરી દેવામાં આવ્યો હતો. જેને લઈને વિવાદ ઘણો વકર્યો હતો અને વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. વાલીઓ આક્ષેપ કરી રહ્યા છે કે શાળા તંત્ર દ્વારા બાળકોની મસમોટી ફીની વસૂલાત કરવામાં આવી રહી છે ત્યારે વાલીઓ દ્વારા છેલ્લા દોઢ વર્ષથી રજૂઆત કરવામાં આવી રહી છે અને તંત્ર દ્વારા પોતાની મનમાની કરી ખોટા ઉદાહરણો આપી વાલીઓને પરેશાન કરવામાં આવ્યા હતા ત્યારે વાલીઓએ આક્રોશમાં આ વિશે PIને જાણ કરી હતી અને PI ઘટના સ્થળે દોડી આવતા શાળા દ્વારા મીટીંગ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

વાલીઓનો આક્ષેપ છે કે શાળા તંત્ર દ્વારા મસમોટી ફી સામે યોગ્ય સવલતો આપવામાં આવી રહી નથી ત્યારે શાળા તત્ર વળતો જવાબ આપી રહ્યાં છે. ચંદરબાલા મોદી એકેડમી સામે વાલીઓ આટલી હદે પરેશાન છે કે ચંદરબાલા મોદી એકેડમીમાં બાળકોને ભણાવવા નહીં બીજી ઘણી બધી સ્કૂલો છે.

Next Story