Connect Gujarat
શિક્ષણ

25મી ફેબ્રુઆરીએ સી.એસની પરીક્ષાનું પરિણામ જાહેર થશે

ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઈન્ડિયા દ્વારા લેવાયેલી સી.એસ પરીક્ષાના પરિણામની તારીખ જાહેર થઇ ગઇ છે.

25મી ફેબ્રુઆરીએ સી.એસની પરીક્ષાનું પરિણામ જાહેર થશે
X

ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઈન્ડિયા દ્વારા લેવાયેલી સી.એસ પરીક્ષાના પરિણામની તારીખ જાહેર થઇ ગઇ છે. આગામી 25મી એ ફેબ્રુઆરી સી.એસ ની પરીક્ષાનું પરિણામ જાહેર થશે. આઈસીએઆઈ દ્વારા સી.એસ ના પરિણામ ની તારીખ જાહેર કરવામાં આવી છે.સી.એસ એક્ઝિક્યુટિવ અને સી.એસ પ્રોફેશનલ પરીક્ષાનું પરિણામ 25 ફેબ્રુઆરી જાહેર થશે. સી.એસ પ્રોફેશનલ નું પરિણામ 25 ફેબ્રુઆરી બપોરે 2 વાગે જાહેર થશે. જ્યારે સી.એસ એક્ઝિક્યુટિવ પરીક્ષાનું પરિણામ સવારે 11 કલાકે જાહેર થશે.સી.એસ ઇન્સ્ટિટ્યુટ દ્નારા 21 થી 31 ડિસેમ્બર દરમિયાન સી.એસ એક્ઝિક્યુટિવ અને પ્રોફેશનલ ની પરીક્ષા લેવામાં આવી હતી. એક્ઝિક્યુટિવ ની પરીક્ષામાં અમદાવાદ 3 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી.પરિણામ આવ્યા બાદ વિદ્યાર્થીઓને જોબ પણ ઓફર થશે.આમ હવે 2 મહિના બાદ પરિણામ જાહેર થશે અને ત્યારબાદ જે વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા હશે તેમને સારું પ્લેસમેન્ટ મળશે

Next Story