કાળઝાળ ગરમીના કારણે રાજ્યમાં શાળાઓનો સમય સવારનો કરાયો,ઓપન એર કલાસ ન લેવા સૂચના

રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે, જેના કારણે પ્રાથમિક શિક્ષક નિયામકે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

કાળઝાળ ગરમીના કારણે રાજ્યમાં શાળાઓનો સમય સવારનો કરાયો,ઓપન એર કલાસ ન લેવા સૂચના
New Update

રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે, જેના કારણે પ્રાથમિક શિક્ષક નિયામકે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ગરમીને લઈ પ્રાથમિક શાળાઓના સમયમાં મોટો ફેરફાર કરાયો છે. શાળાઓનો સમય સવારે 7થી 11 વાગ્યાનો રહેશે. રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીને આ નિર્ણયની જાણ પણ કરવામાં આવી છે. આ સિવાય શિક્ષકોએ હીટવેવ અને તેનાથી બચવાના ઉપાયો વિદ્યાર્થીઓને જણાવવા આદેશ આપ્યો છે. શિક્ષકોને કાળઝાળ ગરમીના કારણે ઓપન એર ક્લાસ ન લેવા પણ સૂચના અપાઈ છે.

#CGNews #India #summer season #scorching heat #Education #school #timings #classes
Here are a few more articles:
Read the Next Article