Connect Gujarat
શિક્ષણ

ગાંધીનગર : રાજ્યની દરેક શાળામાં ગુજરાતી વિષય ભણાવવો ફરજિયાત, વિધાનસભામાં પસાર થયું વિધેયક

ગુજરાત વિધાનસભામાં ગુજરાતી ભાષા ફરજિયાત કરવાનું બીલ પસાર કરવામાં આવ્યું છે ત્યારે હવે દરેક શાળાએ વિદ્યાર્થીઓને ફરજિયાત ગુજરાતી ભાષા ભણાવવી પડશે

ગાંધીનગર : રાજ્યની દરેક શાળામાં ગુજરાતી વિષય ભણાવવો ફરજિયાત, વિધાનસભામાં પસાર થયું વિધેયક
X

ગુજરાત વિધાનસભામાં ગુજરાતી ભાષા ફરજિયાત કરવાનું બીલ પસાર કરવામાં આવ્યું છે ત્યારે હવે દરેક શાળાએ વિદ્યાર્થીઓને ફરજિયાત ગુજરાતી ભાષા ભણાવવી પડશે

સરકાર દ્વારા ગુજરાતમાં ગુજરાતી ભાષા ભણાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. પરંતુ ક્યાંક ને ક્યાંક આ ભાષાની અવગણના કરવામાં આવતી હતી. જેના કારણે આ વખતે કાયદો પસાર કરવામાં આવ્યો છે. જે આ નિયમનું ઉલ્લંઘન કરશે તેમને પ્રથમ વખત 50 હજાર બીજી વખત 1 લાખ અને ત્રીજી વખત જે તે શાળા ઉપર કાર્યવાહી કરવામાં આવશે.ગુજરાતમાં કુલ 4520 જેટલી શાળાઓમાંથી 14 શાળાઓમાં ગુજરાતી અભ્યાસ કરવામાં આવતો નથી.

આ મામલે કોંગ્રેસ નેતા અર્જૂન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે ગુજરાતના બાળકોને ગુજરાતી ભાષાનું જ્ઞાન ખૂબ જ જરૂરી છે. વિદેશમાં પણ ગુજરાતી ભાષા ભણાવવામાં આવે છે જેમાં આફ્રિકાના દેશોમાં પણ ગુજરાતી ભાષા ભણાવવામાં આવે છે. ગુજરાતમાં કુલ અલગ અલગ 55 જેટલી બોલી બોલવામાં આવે છે.

Next Story