છેલ્લા ઘણા સમયથી TATની પરીક્ષાની આતુરતાથી રાહ જોઈ રહેલા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. શિક્ષણ વિભાગ દ્વારા TATની પરીક્ષાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. જે મુજબ આગામી 4 જૂને પ્રીલિમનરી પરીક્ષા લેવામાં આવશે. તો 18 જૂને મુખ્ય પરીક્ષા લેવામાં આવશે.TATની પરીક્ષા માટે આજથી ઉમેદવારી પત્ર ભરવાની શરુઆત થશે. આ પરીક્ષા નવી શિક્ષણ નીતિ મુજબ લેવાશે. 29 એપ્રિલે શિક્ષણ વિભાગ દ્વારા TATની પરીક્ષા પદ્ધતિમાં ફેરફારને લઈને પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં શિક્ષણ વિભાગ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે પહેલી પરીક્ષા પાસ કરનારને જ બીજી પરીક્ષામાં પ્રવેશ મળશે.TATની પરીક્ષા પદ્ધતિ હવે દ્વિસ્તરીય પરીક્ષા પદ્ધતિ રહેશે. જેમાં પહેલી પરીક્ષા વૈકલ્પિક પ્રશ્નોની રહેશે. જ્યારે બીજી પરીક્ષા વર્ણનાત્મક રહેશે. શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકોની ગુણવત્તામાં વધારો કરવા માટે આ પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે.TATની પરીક્ષામાં ફેરફાર કરવામાં આવતા હવે નિયમ મુજબ બે પરીક્ષા લેવામાં આવશે. (1) શિક્ષક અભિરૂચિ કસોટી માધ્યમિક (2) શિક્ષક અભિરૂચી કસોટી ઉચ્ચતર માધ્યમિક. ત્યારે આ પરીક્ષાનું આયોજન રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા કરવામાં આવશે. ત્યારે પ્રથમ પરીક્ષામાં પાસ થયા બાદ જ બીજી પરીક્ષામાં પ્રવેશ મળશે.
ગાંધીનગર: TATની પરીક્ષાની તારીખ જાહેર, આજથી ઉમેદવારીપત્ર ભરવાનો પ્રારંભ
છેલ્લા ઘણા સમયથી TATની પરીક્ષાની આતુરતાથી રાહ જોઈ રહેલા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે.
New Update