નોકરી શોધતા ઉમેદવારો માટે ખુશખબર, નગરપાલિકામાં પડી ભરતી: જાણો શું છે પાત્રતા

ગુજરાત ભરતી 2025 અંતર્ગત સીટી મેનેજર પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, નોકરીનો પ્રકાર સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.

author-image
By Connect Gujarat Desk
New Update
job vacancy

ખેડા જિલ્લામાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત અંતર્ગત મહેમદાવાદ નગરપાલિકા દ્વારા સીટી મેનેજર પોસ્ટની ભરતી બહાર પાડી છે. આ પોસ્ટ ઉપર પરીક્ષા વગર ઉમેદવારો પસંદ કરવા માટે વોક ઈન ઈન્ટરવ્યુનું આયોજન કર્યું છે.

ખેડા જિલ્લામાં તેમજ ખેડા આસપાસ રહેતા અને નોકરીની શોધમાં રહેલ ઉમેદવારો માટે સારા સમાચાર છે.

સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત હેઠળ મહેમદાવાદ નગરપાલિકા દ્વારા સીટી મેનેજર પોસ્ટ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

આ જગ્યા પર ઉમેદવાર પસંદગી માટે વોક ઈન ઈન્ટરવ્યુંનું આયોજન કર્યું છે.

સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત અંતર્ગત મહેમદાવાદ નગર પાલિકામાં 11 માસના કરાર આધારીત સીટી મેનેજરની જગ્યા માટે આગામી તા. 19 ઓગસ્ટ 2025 ને સોમવારના રોજ વોક ઈન ઈન્ટરવ્યું રાખવામાં આવેલ છે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ મહેમદાવાદ નગરપાલિકા કચેરી, મહેમદાવાદ ખાતે હાજર રહેવું.

મહેમદાવાદ નગર પાલિકા ભરતી અંતર્ગત અરજી કરનારા ઉમેદવારની શૌક્ષણિક લાયકાતમાં ઉમેદવાર B.E/B.tech-Enviroment, B.E/B.tech environment, M.E/M.tech-civilની ડિગ્રી હોવી જરૂરી છે.

ઉમેદવારનાં અનુભવની વાત કરીએ તો ડિગ્રી બાદ એક વર્ષનો અનુભવ જરૂરી છે. ઉમેદવાર 11 માસના કરાર આધારિત ભરતી કરવામાં આવશે. પસંદ પામેલા ઉમેદવારોને મહિને 30,000 ફીક્સ પગાર મળવા પાત્ર છે.

ઉમેદવારો વોક ઈન ઈન્ટરવ્યુંમાં લાયકાતના અને અનુભવના અસલ પ્રમાણપત્રો સાથે તેમજ પ્રમાણપત્રોની ઝેરોક્ષ નકલ અને પાસપોર્ટ સાઈઝના ફોટા સાથે ઈન્ટરવ્યુંમાં હાજર રહેવું.

ઈન્ટરવ્યુ તારીખ- 19 ઓગસ્ટ 2025

ઈન્ટરવ્યુ સમય- બપોરે 12 વાગ્યાથી

સ્થળ- મહેમદાવાદ નગરપાલિકા કચેરી, મહેમદાવાદ, જિલ્લો- ખેડા

Good news for job-seeking youth | Government Employee Good News | Recruitment | municipality | Job Vacancy 

Latest Stories