ગુજરાત શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય, શાળામાં હવે બોર્ડની પધ્ધતિના આધારે યોજાશે પરીક્ષા

આગામી સોમવારથી શાળાઓમાં શરૂ થઈ રહેલી પરીક્ષામાં ખંડ નિરીક્ષકને બોર્ડની પરીક્ષા મુજબની કામગીરી કરવાનો આદેશ અપાયો છે.

ગુજરાત શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય, શાળામાં હવે બોર્ડની પધ્ધતિના આધારે યોજાશે પરીક્ષા
New Update

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શાળાઓની પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા માટે પ્રયાસ કરવામાં આવ્યો છે. આ માટે એક પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં આગામી સોમવારથી યોજાઈ રહેલી શાળાઓની પરીક્ષા ગેરરીતિ વિહીન અને ભય મુક્ત સ્વસ્થ વાતાવરણમાં લેવામાં આવે તેવું જણાવવામાં આવ્યું છે આ પરિપત્રમાં શાળાઓની પરીક્ષામાં પણ બોર્ડની પરીક્ષા મુજબની કામગીરી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

સાથે જ આગામી સોમવારથી શાળાઓમાં શરૂ થઈ રહેલી પરીક્ષામાં ખંડ નિરીક્ષકને બોર્ડની પરીક્ષા મુજબની કામગીરી કરવાનો આદેશ અપાયો છે. આ ઉપરાંત તમામ ક્લાસરૂમ સીસીટીવી કેમેરાથી સજ્જ બનાવવા અને CCTVની ચકાસણી સહિતની સુવિધાઓ પણ ચકાસણા પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે. નિરીક્ષકે બોર્ડની પરીક્ષાની માફક પુરવણીની સંખ્યા, વિદ્યાર્થીઓએ કેટલા પાનામાં લખાણ લખ્યું સહિતની વિગતો ભરવાની રહેશે. 

#Gujarat #Connect Gujarat #board exam #exam #શિક્ષણ વિભાગ #Gujarat Education Department #EducationDepartment
Here are a few more articles:
Read the Next Article