IIT-JEE મેન્સનું પરિણામ જાહેર,ગુજરાતના 2 વિદ્યાર્થીઓના 100 પર્સેનટાઇલ

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ 24મી એપ્રિલે લગભગ 11:30 વાગ્યે JEE મેન્સ 2024 સેશન 2નું પરિણામ જાહેર કર્યું.

New Update
IIT-JEE મેન્સનું પરિણામ જાહેર,ગુજરાતના 2 વિદ્યાર્થીઓના 100 પર્સેનટાઇલ

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ 24મી એપ્રિલે લગભગ 11:30 વાગ્યે JEE મેન્સ 2024 સેશન 2નું પરિણામ જાહેર કર્યું. એન્જિનિયરિંગ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે જોઈન્ટ એન્ટ્રન્સ ટેસ્ટ મેન્સ સેશન-2 માટે હાજર થયેલા ઉમેદવારો હવે સત્તાવાર વેબસાઇટ jeemain.nta.ac.in પર તેમનું સ્કોરકાર્ડ ચેક કરી શકશે.આ વખતે અત્યાર સુધીનો રેકોર્ડ તોડીને સૌથી વધુ 56 વિદ્યાર્થીઓએ 100 પર્સેન્ટાઈલ હાંસલ કર્યા છે. જેમાં કર્ણાટકની સાનવી જૈન અને દિલ્હીની શાયના સિન્હા નામની બે છોકરીઓનો સમાવેશ થાય છે. ગત વખતે 43 વિદ્યાર્થીઓએ 100 પર્સેન્ટાઈલ મેળવ્યા હતા.રાજ્ય પ્રમાણે, 100 પર્સેન્ટાઈલમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ તેલંગાણાના 15, આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી 7-7, દિલ્હીમાંથી 6, રાજસ્થાનમાંથી 5, કર્ણાટકના 3, તમિલનાડુ, ગુજરાત અને હરિયાણામાંથી 2, ઉત્તર પ્રદેશ અને બિહારમાંથી 1-1 વિદ્યાર્થી છે.

Latest Stories