/connect-gujarat/media/media_files/2025/06/24/rte-student-2025-06-24-17-10-44.jpg)
રાજ્યમાંRTE હેઠળ શાળામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થી બાળકોને હવે ટ્રાન્સપોર્ટેશનનો પણ લાભ મળવા જઈ રહ્યો છે. જેમાં ગુજરાત શાળા શિક્ષણ પરિષદ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.
તાજેતરમાં જ ગુજરાત રાજ્યમાં મધ્યમ વર્ગને લાભ આપવા માટે શિક્ષણ વિભાગે મોટો નિર્ણય કર્યો હતો. જેમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાંRTE હેઠળ પ્રવેશ પ્રક્રિયા માટેની આવક મર્યાદામાં રૂ. 1.5 લાખથી વધારીને રૂ. 6 લાખ સુધી કરવામાં આવી છે, ત્યારે હવે વાલીઓ માટે વધુ એક ખુશખબર આવી છે. ગુજરાત શાળા શિક્ષણ પરિષદ, સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટરની કચેરી, ગાંધીનગર દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાંRTE હેઠળ શાળામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થી બાળકોને હવે ટ્રાન્સપોર્ટેશનનો પણ લાભ મળવા જઈ રહ્યો છે.
RTE એક્ટ-2009 મુજબ રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલ ગુજરાતRTE રૂલ્સ-2012 નિયમ-5(5) મુજબ જ્યાં ઘરથી પ્રાથમિક શાળાનું અંતર 1 (એક) કિ.મી.થી વધુ અને ઉચ્ચ પ્રાથમિક શાળાનું અંતર 3 (ત્રણ) કિ.મી.થી વધુ હોય તેવા રુટનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમજ બાલવાટિકાના વિદ્યાર્થીનું શાળાનું અંતર 1 (એક) કિ.મી.થી વધુ હોય તેમને ટ્રાન્સપોર્ટેશન સુવિધાનો લાભ મળવાપાત્ર છે. આ સુવિધાના લાભ માટે ભારત સરકાર દ્વારા ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ઉપરાંત રાજ્ય સરકારની (GOG)ને પણ વર્ષ 2025ની બજેટ માટેની વહીવટી મંજૂરી મળી છે. જે અન્વયે ટ્રાન્સપોર્ટેશન સુવિધાનો અમલ નીચે કરવા જિલ્લા અને કોર્પોરેશનને જાણ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ-2025-26માં ટ્રાન્સપોર્ટેશન સુવિધા અંતર્ગત નાણાંકીય જોગવાઈની મર્યાદામાં ગાઈડલાઈન મુજબ મફત પરિવહન સુવિધાનો અમલ કરવા માટે સંલગ્ન તમામને જરૂરી સૂચના પાઠવવા તેમજ આ અંગે નિયમિત રીવ્યુ કરવા માટે જાહેર કરાયેલા પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે.