/connect-gujarat/media/media_files/2025/09/30/lakshminarayandev-pharmacy-college-2025-09-30-17-34-33.jpg)
ભરૂચ ભોલાવ ખાતેની લક્ષ્મીનારાયણદેવ ફાર્મસી કોલેજમાં પ્રથમ સેમેસ્ટર બી.ફાર્મ અને પ્રથમ સેમેસ્ટર એમ.ફાર્મના નવા પ્રવેશેલા વિદ્યાર્થીઓ માટે ઓરિએન્ટેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ઓરિએન્ટેશન કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને કોલેજનો પરિચય આપવો, અભ્યાસક્રમ તથા પ્રયોગશાળાઓ વિશે માર્ગદર્શન આપવું અને ભવિષ્યના અભ્યાસ-પ્રવાસ માટે પ્રેરણા પૂરી પાડવાનો હતો.આ કાર્યક્રમમાં પ્રિન્સીપાલે વિદ્યાર્થીઓનું સ્વાગત કરી કોલેજની દૃષ્ટિ અને મૂલ્યો અંગે પ્રકાશ પાડ્યો હતો. ત્યારબાદ વિભાગના વડાઓએ અભ્યાસક્રમ, લેબોરેટરી સુવિધાઓ, પુસ્તકાલય તેમજ કોલેજની વિવિધ પ્રવૃત્તિઓ અંગે માહિતગાર કર્યા હતા. એન્ટી-રેગિંગ સેલ, વિદ્યાર્થી સમિતિઓ તેમજ કાઉન્સેલિંગ સપોર્ટ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
વિદ્યાર્થીઓને વરિષ્ઠ વિદ્યાર્થીઓ અને પૂર્વ વિદ્યાર્થી (અલ્યુમ્નાઈ) સાથે મુલાકાત કરવાનો અવસર મળ્યો જેથી તેઓને ભવિષ્ય માટે માર્ગદર્શન તથા પ્રેરણા મળી શકે. આ પ્રસંગે નવનિષ્ઠ વિદ્યાર્થીઓએ પોતાના વિચારો વ્યક્ત કર્યા અને કોલેજ દ્વારા આપવામાં આવતી સુવિધાઓની પ્રશંસા કરી હતી. આ કાર્યક્રમ સફળ બનાવવા માટે સમગ્ર સંસ્થાના ટ્રસ્ટી, પ્રિન્સીપાલ , ફેકલ્ટી સભ્યો તેમજ વિદ્યાર્થીઓનો મહત્વનો ફાળો રહ્યો હતો.