પાટણ : “યુનિવર્સિટીમાં દારૂના અડ્ડા બંધ કરો”ના સૂત્રોચાર સાથે NSUIએ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પરિસર ગજવી મુક્યું

યુનિવર્સિટીના કંમ્પાઉન્ડમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂની ખાલી બોટલો મળી આવતા NSUIના કાર્યકરો દ્વારા ભારે હોબાળો મચાવવામાં આવ્યો

New Update
પાટણ : “યુનિવર્સિટીમાં દારૂના અડ્ડા બંધ કરો”ના સૂત્રોચાર સાથે NSUIએ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પરિસર ગજવી મુક્યું

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં NSUIનો હોબાળો

યુનિવર્સિટી પરિસરમાંથી મળી આવી દારૂની ખાલી બોટલો

NSUIએ ભારે હોબાળો મચાવતા પોલીસ તંત્ર દોડતું થયું

પાટણ શહેરમાં આવેલી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કંમ્પાઉન્ડમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂની ખાલી બોટલો મળી આવતા NSUIના કાર્યકરો દ્વારા ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો. પાટણ શહેરમાં આવેલી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે NSUI દ્વારા ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો. છેલ્લા કેટલાક સમયથી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં દારૂની રેલમછેલમ થતી હોવાથી NSUIમાં રોષ જોવા મળ્યો છે.

યુનિવર્સિટીના કંમ્પાઉન્ડમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂની ખાલી બોટલો મળી આવતા “યુનિવર્સિટીમાં દારૂના અડ્ડા બંધ કરો”ના સૂત્રોચાર સાથે NSUIના કાર્યકરોએ યુનિવર્સિટી પરિસર ગજવી મુક્યું હતું. આ સાથે જ “દારૂ કે દલાલો કો જુતે મારો”ના નારા લગાવી NSUIના કાર્યકરોએ યુનિવર્સિટી ખાતે ધરણા પ્રદર્શન કર્યું હતું. તો બીજી તારફ, NSUIના કાર્યકરોનો રોષ જોતા યુનિવર્સિટીએ પોલીસ બોલાવવાની ફરજ પડી હતી, ત્યારે યુનિવર્સિટીના સંચાલકો અને પોલીસની દરમ્યાનગીરીથી મામલો શાંત પડ્યો હતો.

Read the Next Article

ભરૂચ: સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષકોને ભરતી અન્વયે નિમણૂંકપત્ર એનાયત કરાયા

શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે ભરૂચ જિલ્લામાં સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કુલ 35 જગ્યાઓ ખાલી હતી. આ તમામ ખાલી જગ્યાઓ પર શિક્ષક સહાયકોએ શાળાઓ પસંદ કરી છે.

New Update
RS Dalal Highschool
સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે ભરૂચ જિલ્લામાં સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કુલ 35 જગ્યાઓ ખાલી હતી. આ તમામ ખાલી જગ્યાઓ પર શિક્ષક સહાયકોએ શાળાઓ પસંદ કરી છે. આ તમામ ઉમેદવારોને આજરોજ  આર.એસ દલાલ હાઈસ્કૂલ, ભરૂચ ખાતે  શિક્ષણાધિકારી સ્વાતિબા કે. રાઓલ તેમજ ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફ ભરતી પસંદગી સમિતિના સભ્ય પ્રવિણસિંહ રણાના વરદ હસ્તે નિમણૂક પત્ર આપવામાં આવ્યા.સાથે સાથે તેઓ શિક્ષણ જગતમાં પોતાની ઉત્કૃષ્ટ સેવાઓ આપે તે માટે શુભેચ્છા પાઠવવામાં આવી હતી
Latest Stories