પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ થનારી બોર્ડની પરીક્ષાઓને ધ્યાનમાં લેતાં દેશભરનાં બાળકોની સાથે પરીક્ષા પે ચર્ચાનાં 7માં સંસ્કરરણ દરમિયાન વાતચીત કરી. આ દરમિયાન PM મોદીએ બાળકોને સ્ટ્રેસથી બચવા અને પરીક્ષા દરમિયાન થનારા તણાવનો સામનો કરવા માટે ગુરુમંત્ર આપ્યાં
PM મોદીએ બાળકોને મોબાઈલનો વધુપડતો ઉપયોગ કરવાથી બચવાની સલાહ આપતાં કહ્યું કે કોઈપણ ચીજનું 'અતિ' ખરાબ હોય છે. તમે સતત રીલ જુઓ છો અને સમય ક્યારે નિકળી જાય છે એ તમને ખબર પણ નથી પડતી. માં-બાપને પણ લાગે છે બાળક મોબાઈલ સાથે ચોંટેલો છે. તેવામાં બાળકોએ પોતાની પ્રાથમિકતા નક્કી કરવી પડશે. આ સાથેજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બાળકોને સ્ક્રીન ટાઈમર ઓન કરવાની સલાહ આપી જેથી તેઓ પોતાને પણ એ વાતની અનુભૂતિ થાય કે હવે બસ કરવું જોઈએ...PM મોદીએ રીલ્સનાં નુક્સાન ગણાવતાં કહ્યું કે વધુ રીલ્સ જોવાથી ન માત્ર સમય બરબાદ થાય છે પણ ઊંઘ પણ પૂરી નથી થાતી અને જે વાચ્યું છે તે યાદ પણ નથી રહેતું.
પીએમ મોદીએ વિદ્યાર્થીઓને આપેલ મોદી મંત્ર સાંભળો :-