/connect-gujarat/media/post_banners/48670213fbe5b043806da7548cace50243759afd26e37486c3b5b29da0646e26.webp)
બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન રાજસ્થાન બોર્ડના ધોરણ 10 અને 12ની તારીખ શીટ એટલે કે ટાઈમ ટેબલ બહાર પાડ્યું છે.શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, રાજસ્થાન બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (RBSE/BSER) અજમેર માર્ચ મહિનામાં ધોરણ 10, 12ની પરીક્ષાઓનું આયોજન કરશે.
બોર્ડના અધિકારીઓએ જણાવ્યું કે રાજસ્થાન બોર્ડની ધોરણ 12ની પરીક્ષા 9 માર્ચથી અને ધોરણ 10ની પરીક્ષા 16 માર્ચથી શરૂ થશે. બોર્ડ સેક્રેટરીએ માહિતી આપી હતી કે સત્તાવાર વેબસાઇટ rajeduboard.rajasthan.gov.in પર બહાર પાડવામાં આવી છે, જ્યાં વિદ્યાર્થીઓ રાજસ્થાન બોર્ડની પરીક્ષાની તારીખો ચકાસી અને ડાઉનલોડ કરી શકે છે. આ વર્ષે બોર્ડની પરીક્ષામાં 21 લાખ 12 હજાર 206 ઉમેદવારોએ નોંધણી કરાવી છે.