New Update
સાબરકાંઠાના સાંસદનું ઉત્કૃષ્ટ કાર્ય
પ્રાથમિક શાળામાં જઈ બાળકોને ભણાવ્યા
સાંસદ શોભના બારૈયા વ્યવસાયે શિક્ષક હતા
બાળકોને આપેલું વચન પૂર્ણ કર્યું
લોકોએ સાંસદના અભિગમને આવકાર્યો
સરકારી પ્રાથમિક શાળામાં લોકસભાના સાંસદ શિક્ષક તરીકે બાળકોને ભણાવતા હોય એવા દ્રશ્ય જોઈને નવાઈ લાગે પરંતુ આવા જ દ્રશ્યો સાબરકાંઠા જિલ્લામાંથી બહાર આવ્યા છે. જોઈએ આ વિશેષ અહેવાલ
ચકી બેન ... ચકી બેન ... મારી સાથે રમવા આવશો કે નહીં... આ બાળગીત ગવડાવતા અને બ્લેકબોર્ડમાં એકડ એકો શીખવતા આ મહિલા અને બાળકોનું દ્રશ્ય ખૂબ જ સરસ લાગી રહ્યું છે. કારણ કે શાળાનો આ માહોલ સ્વભાવિક જ જ દરેકને પસંદ હોય છે. પરંતુ આ મહિલા કોઈ સામાન્ય મહિલા નથી પરંતુ લોકસભાના સાંસદ છે. સાંસદ શોભનાબેન બારૈયા વધુ એકવાર શાળામાં બાળકો વચ્ચે પહોંચ્યા છે.
જ્યાં શાળામાં પહોંચીને તેઓએ શાળાના બાળકોને અભ્યાસ કરાવવાનું આપેલું વચન પુરુ કર્યું છે. તેઓ 31 વર્ષથી શિક્ષક હતા અને હવે લોકસભાના સાંસદ તરીકે ચૂંટાયા છે. પરંતુ તેઓ શાળાના બાળકોની વચ્ચે રહેવાનો જીવ છોડી શક્યા નથી. આ માટે જ તેઓ લોકસભામાં ચૂંટાયા બાદ વધુ એકવાર બાળકોને ભણાવવા માટે શાળામાં પહોંચ્યા હતા. જ્યાં તેઓ બાળકોને ફરીથી શાળામાં ભણાવવા માટે આવવાનું વચન આપ્યું હતુ. જે મુજબ તેઓ શાળામાં પહોંચ્યા હતા.
સાંસદ શોભનાબેને એક કલાક કરતા વધારે સમય સુધી શાળામાં બાળકોને અભ્યાસ કરાવ્યો હતો. વિદ્યાર્થીઓને શિક્ષણ કાર્ય કરાવીને તમામની નોટબુકોને પણ ચેક કરીને તેમની ભૂલોને સુધારીને શિખવવા માટે પ્રયાસ કર્યો હતો. સાંસદ હોવાનું ભૂલી જઈને તેઓ શાળામાં બાળકો વચ્ચે નીચે બેસીને અભ્યાસ કરાવવાનું પસંદ કર્યું હતુ. આ પળે જ શિક્ષકો અને વાલીઓના મન મોહી લીધા હતા.
Latest Stories